પૃષ્ઠ:Kankavati.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તલક તળસી [૧]
ઝમરક દીવડો
હત હત કરતો જાય રે જીવડો :
જીવા કે’, તું જળશિયો.
રાણી માગે કળશિયો.
આણી કે’શે કાણી
તને ચડપ લેશે તાણી.
તપિયા રે તું તપેશરી
મારો વીરો લખેશરી.
લખેશરીના આણાં ભાણાં
અમરત આણાં.
જેટલાં રે બોરડીએ બોર
એટલાં રે મારા વીરાને ઢોર
ઢોર ઢોર ઢોરંતી
પડોષ્હણ છાણાં ચોરંતી
મારાં ચોર્યાં
આનાં ચોર્યાં
એને નાખો જમને બાર
ઈ બૂડે ને અમને તાર.

એટલું બોલી સાથિયા કરી, ચપટીક દાણા નાખી છોકરીઓ સાથિયાને વધાવે; તે વખતે આવું સૌભાગ્ય માગે :

ચકલાં રે તમે ચણી ચણી લેજો,
ગોવિંદના ઘર ગણી ગણી લેજો !
ગોવિંદ રે તમે આરી દેજો, ઝારી દેજો!
ગોઠડીએ બે બેન્યું દેજો !
આણે પરિયાણે વીરોજી દેજો!
રાંધણીએ વઉવારુ દેજો!
પીરસણે માતાજી દેજો!
પાટલે જમવા બાપ દેજો!
ભેગો જમાડવા ભત્રીજો દેજો!

પછી સાથિયા ઉપર ચારે ફળ મૂકીને બોલે :

  1. અહીંથી લગભગ અર્થશૂન્ય જોડકણું શરૂ થાય છે.