પૃષ્ઠ:Karanghelo.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૯૭ )

બેઠો થયો, અને હાથ લાંબા કરી ખંજર તેણે શોધી કહાડ્યું, હાથમાં તે ખંજર લઈ તેણે ઇશ્વરની સ્તુતિ કીધી, અને “બિસ્મિલ્લાહ ઉર રહેમાન ઉર રહીમ” એટલું કહી તેણે તે ખંજર પોતાના કલેજામાં એટલા જોરથી માર્યું કે તેને પાછું કાઢવાનો પણ તેને વખત મળ્યો નહી, પણ તે લાગતાં જ તેનો આત્મા પરમેશ્વરની હજુરમાં જઈ ઉભો રહ્યો.

દિલ્હીમાં એક કિલ્લાના એક ઓરડામાં એક બઈરી નીચું માથું ઘાલીને બેઠી હતી. તે એારડાની સ્થિતિ તે બઈરીના મનની સ્થિતિના જેવી જ હતી. અંધકાર, અંધકાર, સઘળે વ્યાપી રહેલો હતો. ઓરડાની આસપાસની ચાર દિવાલોમાંથી એકમાંથી પણ અજવાળાનું કિરણ પ્રવેશ કરી શકતું નહતું, ભીંતની છેક ઉપર બે ત્રણ જાળીયાં હતાં તેમાંથી હવા માત્ર આવતી, અને તેથી તેમાં રહેલી બઈરીના પ્રાણને આધાર માત્ર મળતો. પણ તેમાંથી જે કંઈ પ્રકાશ પડતો તે એટલો તો થોડો હતો, તથા ઓરડો મોટો હોવાને લીધે તેમાંનું અંધારું એટલું બધું તો ઘાડું હતું કે તે અજવાળું અંધારાની સાથે મળી જતું અને તેનું જોર બિલકુલ ચાલતું ન હતું. એ અંધારામાં બેઠેલી બઈરી જો જોઈ શકાય તો દુઃખ એટલે શું, અને અતિ દુ:ખથી માણસની અવસ્થા કેવી થાય છે એ સંપૂર્ણ જાણવામાં આવે. જો કોઈ ચિતારાને એક મહા દુ:ખી માણસનું ચિત્ર કાઢવું હોય, અથવા જો કોઈ કવિને તેવા માણસના દેખાવનું વર્ણન કરવું હોય, તો તેણે તે બઈરીને જોવી. તે ખરેખરું દુ:ખનું સ્વરૂપ હતું જો દુ:ખ માનવી દેહ ધારણ કરી શકે તો તે આ બઈરીના જેવું જ સઘળાને માલમ પડે. તેને પોતાના શરીરનું બીલકુલ ભાન ન હતું તે પોતાના બે પગની વચ્ચે માથું ઘાલીને બેઠી હતી. તે ઘણી રૂપાળી હતી, પણ દુઃખના આવેશમાં તેનું રૂપ બદલાઈ જઈને તેની શિકલ ઘણી બિહામણી થઈ ગઈ હતી. તેના મ્હોં ઉપરની નસો કુલી આવી હતી, તેનું શરીર સઘળું સોસવાઈ ગયું હતું. તેના ઉપરનું તમામ લોહી ઉડી જવાથી તે મુડદાના જેવી ફિકા રંગની દેખાતી હતી, જો તે હાલચાલ કરીને જીવતી છે એમ ન જણાવે, તો તેની અને મુડદાની વચ્ચે કાંઈ ભેદ