પૃષ્ઠ:Karanghelo.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૦૭ )


“દુષ્યંત રાજાએ પૂછ્યું કે મારિચિ ઋષિનો આશ્રમ ક્યાં છે ? ત્યારે માતલિએ જવાબ દીધો કે:-

શાર્દૂલવિક્રીડિત વૃત્ત,
વલ્મીકે*[૧] થઈ છે નિમગ્ન અરધી કાયા જ જેની ભલી,
લાંબી સર્પતણી વિટાઈ ઉરને એને બધી કાંચળી;† । [૨]
કંઠે જીર્ણ થયેલ વેલ તરુની ચોપાસ કંઠી બની
તે પીડા કરતી જણાય તપસીકેરા ગળાને ઘણી. ॥ ર૭૯ ॥
ખાંધે છે પ્રસરાયલું શિરથકી એનું જટામંડળ,
તેની માંહ શકુન્તપક્ષિ કરતું માળા નિવાસાર્થ જો ।
એવું રુપ ધરી વસે મુનિ પણે મોઢું કરે સૂર્યની
સામે બિમ્બભણી રહી અચલની પેઠે સ્થિરાકારમાં ॥ ૨૮૦ ॥
( ઝ. ઉ. યા. )

એવાં એવાં દેહકષ્ટ યોગી લોકો કરે છે તેની આગળ તમારા સંન્યાસીનાં અથવા આ કાળિકાના ભક્તોનાં કામ કાંઈ ગણતીમાં નથી.”

માધવ કાળિકા દેવીના ભકતોનાં કામ નજરે જોઈ, તથા સંન્યાસીઓએ શું કરવું જોઈએ, અને યોગીએ શું કરે છે તથા કરતા હતા, તેની વાત સઘળી લક્ષપૂર્વક સાંભળી ઘણો જ આશ્ચર્ય પામ્યો કે માણસનું નાજુક તથા કોમળ શરીર આટલી વેદના શી રીતે ખમતું હશે ? ત્વચા જેની સ્પર્શશક્તિ એટલી તો બારીક છે કે એક ઝીણી સોયની અણી ભોંકાવાથી પણ દુ:ખ થાય, એવી ચામડીથી આટલું બધું દરદ શી રીતે સહેવાતું હશે ? ઘણાંએક માણસો ઠોકર વાગવાથી અથવા બગાસું આવવાથી અથવા એવાં બીજાં દેખીતાં નજીવાં કારણથી તત્કાળ મરણ પામતાં માલમ પડે છે તે છતાં પણ આ લોકો આવાં ભારે દરદ હાથે કરી પેદા કરે છે, તેથી મરતા કેમ નહી હોય ? માણસનું શરીર ખરેખર ચમત્કારી છે. તેને થોડે પણ આચકો લાગ્યાથી


  1. *કીડી અથવા ભમરીઓ માટીના જે નાહાનાં નાહાના દર બનાવે છે,અથવા માટીની ટેકરીઓ બનાવે છે તે. ઈંગ્રેજીમાં એને Ant-hill કહે છે.
  2. †સાપની કાંચળી ઋષિની છાતી ઉપર જનોઈ અથવા યજ્ઞોપવીતને ઠેકાણે હતી.