પૃષ્ઠ:Karanghelo.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૧૧ )

છે, જ્યાંસુધી વહાણનું સુકાન વિવેકની પાસે હોય છે ત્યાં સુધી સામે પવને પણ તે સદ્ગુણની સાંકડી નાળમાં જ તે વહાણ ચલાવે છે, પણ તે રસ્તામાં તે વહાણ ધણીને મઝા પડતી નથી. તેના વહાણમાં બેસનારા, તોપણ તેના શત્રુઓ તેના હમેશાં કાન ભર્યાં કરે છે, અને વિવેક જે રસ્તે વહાણ લઈ જાય છે તે રસ્તામાં કાંઈ જેવા જેવું નથી, તથા જ્યારે આ સાગરમાં આવ્યા ત્યારે ત્યાંની સઘળી મોજ ચાખીએ નહી તો ફેરો મિથ્યા એવી શિખામણ આપી વિવેક પાસેથી સુકાન છીનવી લેવડાવીને અવિચારને સુકાનીનું કામ સોંપાવે છે. પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરરૂપી સઢ ચઢાવવામાં આવે છે; અને તૃષ્ણારૂપી પંડને પવન જોરથી ફુકતાંવાર જ વહાણ સદ્ગુણની નાળમાંથી ઘસડાઈને બોહોળા દરિયામાં પડે છે. પછી જે રસીલો બેટ પાસે હોય છે તે તરફ વહાણ હંકરાય છે. આ વખતે નાળમાંના વહાણવાળાઓ બહાર પડેલા વહાણવાળાએાને મોટેથી પોકાર કરીને બેટ પાસે જવાની ખરાબી સમજાવે છે, તથા જે વહાણવાળા તે બેટની પાસે લગભગ ગયા હોય એવા, તથા જેનાં વહાણો બેટના પથ્થરની સીધી બાજુએ ઉપર અથડાઈને કટકે કટકા થઈ ગયાં હોય તે તેઓને દેખાડે છે. પણ મૂર્ખ વહાણવટી તેઓની વાત લગાર પણ કાને ધરતો નથી. દુર્ગુણ નામની રાક્ષસીઓના મદદગાર તથા જાસૂસો તેને સમજાવે છે કે જેઓ ભર દરિયામાં પડ્યા નથી, તેઓ તેની ખુબી જાણી શકતા નથી, તથા જેઓનાં વહાણ અથડાયાં છે તેઓના સુકાની સારા નહી હોય અથવા તેઓએ બેટ ઉપર જવાને ખોટે રસ્તો પકડ્યો હશે, આપણને એમ થશે નહી, અને એમ કરતાં જો વહાણને જોખમ લાગે એવો જરાપણ સંભવ લાગશે તો તુરત સઢ વિટાળી લઈ વહાણ પાછું નાળમાં ઘાલી દઈશું; પણ નુકશાન લાગશે એવી નકામી બીકથી એક સાંકડી નાળમાં ચાલ્યા કરવું, અને આ સાગરમાંના અગણિત બેટોમાં શું શું છે તે શોધ્યા વિના રહેવું તેમાં વહાણ ચલાવવાની ખુબી શી ? એવી સલાહ માન્ય કરી વહાણ આગળ બેટ તરફ ચલાવે છે, અને રસ્તામાં ડુબતાં બીજાં