પૃષ્ઠ:Karanghelo.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૧૨ )

વહાણો જોય છે, તથા તે બેટની પાસે લાખો વહાણો ભાંગતાં તેની નજરે પડે છે તો પણ તે બેધડક આગળ ચલાવ્યો જાય છે, એટલે સુધી કે તે વહાણ પણ બીજાઓની પેઠે તળીએ બેસે છે, તે વખતે તે રડે, શોક કરે કે પસ્તાય તે શા કામનું ? જોતજોતામાં વહાણ નીચે બેસતું જાય છે, પણ કોઈ તેને લેખવતું નથી, અથવા બચાવવાનો વખત વીતી જવાથી નાળમાંના ઘણાએક વહાણવાળાએ તેઓની તરફ દોરડાં ફેંકી તથા નાના નાના મછવા મુકાવીને તેઓને ઉગારવાને જે મહેનત કરે છે તે સઘળી નિષ્ફળ જાય છે. ધન્ય છે એવા મદદ કરનારા વહાણવાળાઓને કે આટલી બધી લાલચ તુચ્છ ગણીને, આટલું બધું જોખમ વેઠીને, બલકે ડુબતા તથા ડુબવાની તૈયારી ઉપર આવેલા વહાણવાળાઓની ગાળ ખાઈને, તથા તેઓની તરફથી અપમાન સહીને તેઓને મુક્તપુરીના સાચા રસ્તા ઉપર લઈ આવવાને તેઓ આટલો બધો શ્રમ કરે છે, એ પરોપકારી પરમાર્થી વહાણવાળાએાની મહેનત કાંઈ હંમેશાં અફળ થતી નથી, અગર જો ઘણાં વહાણો તેઓની તરફથી સહાયતા આવ્યા પહેલાં અથવા આવ્યા છતાં પણ ભાંગે છે, તો પણ થોડાંએકને તે તેઓ બચાવી શકે છે, અને તેઓને પાછાં નાળમાં ઘાલી દે છે. નાળ બહાર લાલચના ટાપુઓ એટલા તો અસંખ્ય છે, અને તેઓના ઉપર એટલી તો મોહ પમાડનાર સ્ત્રીઓ બેઠી બેઠી મધુર સ્વરે સઘળાને બોલાવે છે કે જેઓ તુતક ઉપર બેઠેલા હોય છે તેઓને ત્યાં જવાનું મન થાય છે પણ વિવેક સુકાનીનું પ્રબળ તુટેલું ન હોય તો તેઓ પાછા નાળમાં ઘસડાઈ આવે છે. એ પ્રમાણે નાળમાંના વહાણ ઝોલા ખાય છે, અને વખતે વખતે થોડીવાર નાળબહાર જઈ આવી પાછા રસ્તે પડે છે એ પ્રમાણે નાળમાં છતાં પણ તુતક ઉપર બેસનારાઓને જોખમ છે, અને નાળમાંથી જરા પણ ખસ્યા તો મુક્તપુરીના બંદરમાં પેસવાને ત્યાંના પુરજાના દારોગા તરફથી પરવાનો મળશે નહી એવા ધાકથી કેટલાએક તે તુતક છોડી ભંડારમાં જઈ ભરાઈ રહે છે, અને આગળ વહાણ લંગરવાર થાય