પૃષ્ઠ:Karanghelo.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૧૭ )

ત્રીજો સવાલ – ઉપલી તમામ મિલકત ઉપર મારી જાતનો તથા મારાં છોકરાંનો કેટલો હક્ક પહોંચે છે?

કાઝીએ પોતાના મનમાં નક્કી કીધું કે હવે મારું મોત પાસે આવ્યું છે, કેમકે મારા આગલા જવાબથી જ્યારે પાદશાહ ગુસ્સે થયો છે, ત્યારે હમણાં જે જવાબ આપીશ તેથી તે વધારે કોપાયમાન થશે.

પાદશાહ બોલ્યો - બોલ, હું તારા એક વાળને ઈજા કરીશ નહી.

કાઝી - જહાંપનાહ ! એ સવાલનો જવાબ ત્રણ રીતે દઈ શકાય. પહેલી તો એ કે જો આપને અદલ ઈનસાફથી તથા ખલીફાએાના કાયદા મુજબ કામ કરવું હોય તો જેટલા લોકો આપની સાથે શામેલ હતા તેઓ સઘળા જોડે સરખે હિસ્સે એ સઘળી લૂંટ વહેંચી લેવી જોઈએ. બીજી એ કે જે જહાંપનાહને વચલો રસ્તો પકડવો હોય તો જે મોટામાં મોટો હિસ્સો કોઈ પણ લશ્કરી અમલદારને ભાગે આવે તેટલો લઇ સંતોષ પામવું જોઈએ, અને ત્રીજી એ કે જો જુલમી કામો કરાવવાને પાદશાહોને મસલત આપનારાઓ તેવાં કામોની મંજુરિયતને માટે શરેહનો ગમે તેવો અર્થ મરડીમચરડીને કરે છે તેવા લોકોના અભિપ્રાય પ્રમાણે ચાલવાની આપની મરજી હોય તો કોઈ લશ્કરી અમલદારને મોટામાં મોટો હિસ્સો મળ્યો હોય તે કરતાં પણ વધારે લેવો. તે લેવાને કાંઈ પણ આધાર મળી શકતો નથી. સાધારણ સિપાઈને ભાગે અથવા કોઈ મોટા અમલદારને હિસ્સે જેટલું આવે તેટલું જહાંપનાહના શાહજાદાએાને મળી શકે.

આ સાંભળી પાદશાહ ઘણો ક્રોધાયમાન થયો, અને બોલ્યો – “શું, મારા ઘરકબીલાને વાસ્તે તમામ ખર્ચ કરું છું, તથા નજરાણા તથા ઈનામો વેંહેંચવામાં જે પૈસા વાપરૂં છું તે શરેહથી ઉલટું છે?”

કાઝીએ ધીમેથી જવાબ દીધો, “જ્યારે જહાંપનાહ મને શરેહનો ખુલાસો પૂછે છે ત્યારે હું કુરાને શરીફ પ્રમાણે જવાબ દેવાને બંધાયલો છું. પણ રાજનીતિ ઉપર નજર રાખી મને જવાબ દેવાનું ફરમાવશો તો બંદો એટલી જ અરજ કરશે કે જહાંપનાહ જે કરે છે તે વાજબી તથા બર હક્ક છે; કેમકે રાજનીતિ એવી છે કે