પૃષ્ઠ:Karanghelo.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૨૫ )

અને તેઓ બંને પાછા ભોંય ઉપર પડ્યા. પરમેશ્વરના કરવાથી ત્યાં આગળથી લોકો આ બનાવથી આશ્ચર્ય પામીને ખસી ગયલા તેથી, ત્યાં ખાલી જગ્યા રહેલી માટે તેઓને કાંઈ નુકસાન લાગ્યું નહીં. શાહજાદાને બચાવનાર તેને પકડી પાછો ઉઠ્યો, અને જેટલા જોરથી તે માંહે આવ્યો હતો તેટલું જોર કરી બહાર નીકળી ગયો. બજાર બહાર એક ખુલ્લી જગ્યા હતી ત્યાં તેઓ બંને મરવા જેવા થઈ પડ્યા. શાહજાદો મરવાના ધાકથી, આ સઘળી ગડબડાટથી, તથા અકળામણથી બેશુદ્ધ થઈ ગયો. તેને બચાવનાર પણ ઘણી મહેનતથી, મનના જુસ્સાથી, પોતાનું ધારેલું કામ વગર જોખમે પાર પડ્યું તેના હર્ષથી, તથા તેણે જે કામ કીધું તેનાં પરિણામ સારાં તથા ધાર્યા પ્રમાણે નિપજશે એવી ઉમેદથી બેભાન થઈ પડ્યો. થોડી વાર પછી થંડા પવનની અસરથી બંને એકી વખતે જ જાગૃત થયા. તે વખતે શાહજાદાનું અંતઃકરણ ઉપકારથી ભરાઈ આવ્યું, અને તેના જોસમાં તે તેના જીવ બચાવનારને ભેટ્યો, અને તે જે માગે તે આપવાનું વચન આપ્યું. માધવને (શાહજાદાને બચાવનાર તે જ હતો) હર્ષનાં આંસુ આવ્યાં, અને પોતાનો દિલ્હી આવવાનો ફેરો સફળ કરવાના તથા તેના હૈયામાં વેર દેવી હતી તેને બલિદાન આપી તૃપ્ત કરવાના ઈરાદાથી તેણે માત્ર પાદશાહ અલાઉદ્દીનની એક વાર મુલાકાત માગી. શાહજાદાએ તે ઘણી ખુશીથી કબુલ કીધું, તેનું નામ ઠામ લખી લીધું; તથા બીજે દિવસે સવારે તેને વાસ્તે હાથી, ઘોડા, સવાર વગેરે મોકલી ધામધુમથી પાદશાહની હુઝુરમા બોલાવવા, અને ત્યાં કાંઈ મોટું ઈનામ અપાવવા શાહજાદાએ કબુલાત આપી. એટલામાં શાહજાદાનાં માણસો આવ્યાં તેઓ તેને લઈ ગયાં. લોકો પોતપોતાને ઘેર ગયા. સવારી પાછી વળી, માધવ પોતાને ઉતારે ગયો, અને આખી રાત મોટી મોટી મશાલો સળગાવી લોકોએ પોતાના મરતા તથા મુએલા સગા તથા મિત્રોને શેાધ્યાં કીધું.

માધવને તે રાત્રે જરા પણ ઉંઘ આવી નહી. શાહજાદાને બચાવવાનો વિચાર શી રીતે સુઝયો, આટલી અથાગ ભીડમાંથી હાથી પાસે શી રીતે જવાયું, તથા શાહજાદાને લઈને શી રીતે મળવું, ત્યાં શી