પૃષ્ઠ:Karanghelo.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૩૦ )

અજમાવ્યો ન હતો, તેથી હાલ તેની અસર થશે કે નહી એ સંબંધી તેને ખાતરી ન હતી, હવે કાળી ચૌદશને બે ત્રણ દહાડા બાકી રહ્યા હતા તેથી એ મંત્રને તે દહાડે મધ્યરાત્રીએ સાધવાનો તેણે મનસુબો કીધો. સઘળો સામાન તૈયાર કીધો, અને કાળી ચૌદશની તે રાહ જોતો બેઠો.

કાળરાત્રીને એક પહોર ગયો તે વખતે અણહિલપુરનું સ્મશાન ઘણું ભયંકર દેખાતું હતું. સઘળે અંધકાર વ્યાપી રહ્યો હતો. એક તો વદ ચૌદશની રાત એટલે અંધારૂં તો હોય જ, તે સાથે વળી આ વખતે તો ઘન ઘોર થઈ રહ્યું હતું. આકાશમાં કાળાં વાદળાં છવાઈ ગયલાં હતાં, તથા ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. વિજળીના ચમકારા વખતે વખતે થતા, તેમાં સરસ્વતીનું કાળું પાણી તથા કાંઠા ઉપર ઉગેલાં ઘણાંએક ઝાડ તથા નાની નાની દેહેરીઓ, દેવડીઓ, તથા મોટાં શિવાલયો દેખાતાં હતાં. વિજળી થયા પછી ભયાનક કડાકા સંભળાતા હતા, તથા વખતે વખતે પવન એવા જોરથી વાતો હતો કે ઝાડની ડાળીઓ ભય સાથે તથા એક બીજા સાથે અથડાતી હતી, ઢોરોનાં સૂકાં હાડકાં મસાણમાં સડ્યાં કરતાં હતાં તેમાંથી ફાસફરસ નીકળી ખુલ્લી હવાને લાગતાં તેમાં મોટાં ભડકાં થતાં, તથા કીચડવાળી ભોંયમાંથી એક જાતનો વાયુ નીકળી તે પોતાની મેળે સળગતો, અને અંતરિક્ષમાં તેનાં ભડકાં ઉડ્યાં કરતાં, એ બળતાં ઉપર વરસાદના ઝીણા ઝીણા છાંટા પડતા ત્યારે તેમાંથી એક જાતનો છણછણાટ થતો સંભળાતો હતો, ત્યાં કોઈ પણ પ્રાણી નજરે પડતું ન હતું. નદીને સામે કાંઠે તેમ આ કાંઠે પણ આઘે આઘે કેટલાએક માછીઓ પોતાની હોડીઓ લંગરવાર કરી મોટાં તાપણાં સળગાવી તેની આસપાસ બેઠા હતા. કંસારીનો ઝીણે શબ્દ તથા દેડકાનો બેસુરો અવાજ કાને પડતો હતો. એવી ભયંકર જગાએ તથા એવા ભયાનક વખતે વિજળીના તેજથી એક માણસ નદીના કિનારા ઉપર ફરતો દેખાતો હતો, તે જોઈ તેની હિમ્મતનાં વખાણ કર્યા વિના કોઈથી રહેવાય જ નહી, વિજળીનો એક મોટો ચમકારો થયો એટલે માલમ પડ્યું કે એ ફરનાર માણસ પેલો રજપૂત સવાર જેણે તે દિવસે કુવામાંથી બઈરીને કાઢી