પૃષ્ઠ:Karanghelo.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૪૩ )

મારા કાકા તથા પિત્રાઈ ભાઈઓ સઘળા રણસંગ્રામમાં પડ્યા, કિરંતીગઢને હમીરે બાળી જમીનદોસ્ત કરી નાંખ્યું; અને સુમરી રજપૂતાણીઓ પોતાના સ્વામીઓની સાથે ચિતામાં બળી મુઈ. એ પ્રમાણે મારા કુટુમ્બનો નાશ થયો; એ પ્રમાણે અમારૂં નસંતાન ગયું; એ પ્રમાણે અમારૂં રાજ્ય ધુળધાણી મળી ગયું, અને એ પ્રમાણે સઘળાનો અંત આવ્યો. હવે હું જ માત્ર જીવતો રહ્યો તે એકલો શું કરું માટે મેં આણીગમ તેણીગમ ફર્યા કીધું, પણ કોઈ રાજાએ મારો પક્ષ ધર્યો નહી. મેં કોઈ રાજાની પાસે જઈ ત્યાં મોટાં પરાક્રમ કરી નામ કરવાનો નિશ્ચય કર્યો, અને ગુજરાતનો કરણ રાજા મારી માશીનો દીકરો થાય છે એમ જાણીને તેને મળવાને થોડા દહાડા ઉપર હું પાટણ શેહેરમાં આવ્યો. ઈહાં આવતાં જ મેં બાબરા ભૂતની વાત સાંભળી વીચાર કીધો કે બાબરા ભૂતને શેહેરમાંથી કાઢીશ તો રાજા મારા ઉપર ઘણો પ્રસન્ન થશે, અને આખા શેહેરમાં બલકે આખા ગુજરાતમાં મારી પ્રતિષ્ઠા વધશે, પછી હું તેને મારૂં સગપણ જણાવીશ, અને હું સુખેથી ઈહાં રહીશ. હું નાનો હતો ત્યારે ભૂત કાઢવાનો એક મંત્ર શિખેલો હતો, અને તે વડે મેં ઘણાંએક કાઢ્યાં પણ હતાં, પણ આ બાબરો ભૂત ઘણો બળવાન છે એમ જાણી તે મંત્ર ફરીથી સાધવાને હું ગઈ રાત્રે સ્મશાનમાં ગયો, ત્યાં મુડદા ઉપર બેસી જપ કીધો. હજારો ભૂત, પિશાચ, વંત્રી વગેરે મલીન પ્રાણીએાએ મને બીહીવડાવ્યો, તો પણ મેં મારૂં કામ કરી લીધું. પછી ત્યાંથી પાછા આવતાં તારો મેળાપ થયો, અને તેનું પરિણામ એ થયું કે આપણે બે આ ઠેકાણે પાસે પાસે બેઠાં છીએ. હવે જ્યારે ફુલારાણીને ભૂત આવશે ત્યારે હું કોઈ ભુવાનો વેશ લઈ કરણના મહેલમાં જઈશ, અને ઈશ્વર કૃપાથી તથા તારી મદદથી બાબરા ભૂતનું કાસળ કાઢીશ.

શક્તિ- તમારી સઘળી હકીકત જાણી મને ઘણો આનંદ થયો, અને મને પાક્કી ખાતરી થઈ કે તમને જેવા ધાર્યા હતા તેવા જ છો. મેં જે તમારી સાથે સંબંધ કીધો છે તેથી હું હવે જરાપણ પસ્તાવાની નથી. તમારૂં ધારેલું કામ પાર પડશે, તમે બાબરા ભૂતને જીતશો; એમાં હિંમતનું માત્ર કામ છે. પણ હું તમને એક શિખામણ દઉં