પૃષ્ઠ:Karanghelo.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૪૬ )

ફુલારાણીને એ નામથી લખીશું.) હરપાળની સન્મુખ આવી ઉભો રહ્યો, અને તેને પકડવાનું કીધું એટલે તેણે બીજા દાણા મંત્રીને તેના ઉપર નાંખ્યા. આ વખતે તે પાછો તે ખસ્યો, પણ તેણે પોતાનું ખરેખરૂં વિકાળ સ્વરૂપ પ્રકાશયું. આસપાસ ઉભા રહેલા બીજા લોકો ભૂતનું આ રૂપ જોઈને નાઠા. હરપાળ એકલો ઉભો રહ્યો, અને મોટા અવાજે તેને પૂછયું કે, “ તું કોણ છે, અને તું શા કારણ સારૂ અણહિલપુરના રહેવાશીઓને, તેના રાજાને તથા રાણીને આટલો બધો ઉપદ્રવ કરે છે?” આ સાંભળી બાબતો ખડખડ હસવા લાગ્યો, અને એક મોટી ગર્જના કરી બોલ્યોઃ “સાંભળ રે માનવી ! હું કોણ હતો તે મેં હજુ સુધી કોઈને કહ્યું નથી, તથા કોઇને કહેવાનો મારો વિચાર ન હતો, તો પણ તું કોઈ મોટો ઈલમી જણાય છે, માટે તારી આગળ હું કહું છું. તું કોઈ પરદેશી જેવો જણાય છે, માટે તારી આગળ હું સઘળી વાત યથાસ્થિતિ કહીશ, અને પછી તું ન્યાય કરજે કે હું જે કરૂં છું તે વાજબી કે ગેરવાજબી છે. હું મારા પાછલા ભવમાં નાગર હતો, અને મારો ભાઈ માધવ આ દુષ્ટ, ચંડાળ, કૃતઘ્ની રાજાનો પ્રધાન હતો. મારી ભાભીને એ પાપી રાજા બળાત્કારે લઈ ગયો, અને તેનો બચાવ કરવામાં મારો પ્રાણ ગયો. મારી સાથે મારી સ્ત્રી સતી થઈને બળી મુઈ તેથી અમારી અસદ્ગતિ તો થાય જ નહી, પણ વેર વાળવાને મેં યમ રાજાની આજ્ઞા લઈ ભૂતનું રૂપ ધારણ કીધું, અને રાજાની માનીતી રાણીને વળગ્યો છું. રૈયતને દુ:ખ તે રાજાને જ સમજવું, એમ જાણી હું તેઓને પણ પીડું છું, એને જ્યારે મારું વેર તૃપ્ત થશે ત્યારે હું મારી મેળે જ આ મારા દેહનો ત્યાગ કરીશ, અને કૈલાસ લોકમાં વાસ કરીશ.”

હરપાળે આ સઘળી વાત સાંભળી લીધી, અને ભૂતનું કામ વાજબી છે એમ તેને જણાયું, પણ તે વાજબી કે ગેરવાજબી ગમે તેવું હોય તો પણ તેને કાઢવામાં તેનો સ્વાર્થ રહેલો હતો તેથી તે બોલ્યો: “અલ્યા બાબરા ! હવે બસ થયું, હવે આ રાણીને તથા આ શહેરના લેાકેાનો કેડો છોડ અને તું તારે ઠેકાણે જા; જો ભલમનસાઈથી નહીં માને તો બળાત્કારે હું તને કાઢીશ, માટે આબરૂથી જા.” પણ હરપાળની વાત બાબરાએ ગણકારી નહીં. તે પાછો નાચવા,