પૃષ્ઠ:Karanghelo.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૫૩ )

પાર જ આવે નહીં. તે શું આપવું તે બાબત તેઓ વિચાર કરતાં હતાં. આખરે શક્તિને એક યુક્તિ સુઝી. તેણે બાબરા ભૂતને બોલાવવાને હરપાળને કહ્યું. બાબરો તુરત હાજર થયો. તેને એક મોટો લાંબો વાંસ લાવવાને શક્તિએ હુકમ કીધે. ભૂત તેવો એક વાંસ તુરત લાવ્યો. તેને ભોંયમાં દટાવ્યો, અને તે ઉપર ચઢવું અને પાછા ઉતરવું, પાછું ચઢવું ને ઉતરવું એ પ્રમાણે કર્યા કરવાને તેણે ભૂતને હુકમ કીધો. અને ફરમાવ્યું કે જ્યારે એમ ચઢ ઉતરનું કામ પુરું થાય ત્યારે બીજું કામ લેવાને મારી પાસે આવવું, એ પ્રમાણે બાબરા ભૂતનો નિકાલ થયો.

એ વાત બન્યાને એક મહીનો વીતી ગયો. હવે કરણ છેક નવરો પડ્યો, હવે તેને કાંઈ અગત્યનું કામ કરવાનું રહ્યું નહી, તેથી તેના મનનું જોર તેના શરીર ઉપર ચાલ્યું, અને તેની મનોવૃત્તિએ સઘળી પ્રબળ થઈ. પોતાના રાજ્યની ટુંકી મુદતમાં જે જે કામો તેણે કીધાં હતાં તે ઉપર તે વિચાર કરવા લાગ્યો. હવે પસ્તાવાનો કીડો તેના કલેજામાં પેદા થયો, અને તેને ધીમે ધીમે કોતરવા લાગ્યો. તેને ખાવું, પીવું તથા બીજી કોઈ તરેહનો એશઆરામ જરા પણ ગમે નહી; રાત્રિએ નિદ્રા આવે નહી, અને જો થોડી વાર કાંઈ ભાંગી તુટી ઉંઘ આવે તો ઘણાંએક ભયાનક સ્વપ્નાં આવી ઉંઘ તથા આરામનું ખંડન કરે. દસેરાની રાતની વંત્રીઓ, તેઓને આપેલે કોલ, તેને દીધેલી શિખામણ, ગુણસુન્દરીનો મરતી વખત પહેલાનો દેખાવ, શહેરના દરવાજા આગળ તેને તથા આખા રાજ્યને તેણે દીધેલો શાપ, તેની બળતી વખતની ચીસ તેના સાંભળ્યામાં આવી એવી કલ્પના, કેશવ બાબરો ભુત થઈ ફુલારાણીને વળગ્યો તથા આખા પુરને ભારે ઉપદ્રવ કીધો તે, એ સધળું વારે વારે અનુક્રમે તેના મનમાં રાત દહાડો આવ્યાં જ કરતું હતું. રોજ રોજ જ્યારે મધ્ય રાત્રે મનના ઉકળાટથી તથા ઉંઘ ન આવવાથી ઉત્પન્ન થતી અકળામણથી અર્ધો ઉંઘતો, અર્ધો જાગતો સુતેલો હોય તે વખતે કેશવ તથા ગુણસુન્દરી બંને તેની આગળ જાણે ઉભાં રહેતાં અને જે દુષ્ટ કામોથી તેઓનો પ્રાણ ગયો તેને વાસ્તે તેઓ રાજાને એટલો તો ઠોક પાડતાં કે તેને આખે શરીરે ઝરી છુટતી; બધું અંગ ઠંડુંગાર થઈ જતું, અને શુદ્ધિ આવતાં જે