પૃષ્ઠ:Karanghelo.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૫૮ )

તેઓને આગળથી જ નક્કી હોય છે કે ત્યાં જવાથી આપણાં સઘળાં પાતકોનો નાશ થશે, અને જ્યારે એ પ્રમાણે મનનો નિશ્ચય હોય ત્યારે ત્યાં ગયા પછી શાંતિ થયા વિના રહેતી જ નથી. કલ્પનાથી મન તથા શરીર ઉપર ઘણી સત્તા છે ઘણી જોરાવર કલ્પનાથી માણસને મંદવાડ આવે છે, તથા આવેલો મંદવાડ જાય છે. ઘણી જોરાવર ક૯પનાથી ન હોય એવી વસ્તુઓ આપણા જોવામાં, તથા ખોટા અવાજ આપણા સાંભળવામાં આવે છે, તેથી સઘળી જ્ઞાનેંદ્રિયો છેતરાય છે, તથા આખા જગતમાં નાના પ્રકારના વહેમ તથા ખોટા વિચાર ચાલે છે. કલ્પનાથી જ માણસ વખતે ઘેલો થઈ જાય છે, અને કલ્પનાની સત્તા વડે જ તે બેશુદ્ધ થઈ નિદ્રાવસ્થામાં પડે છે એ સિવાય કલ્પનાની શક્તિ બીજી ઘણીએક રીતે ચાલે છે, માટે જે શ્રીસ્થળના મહિમા ઉપર પુરો ભરોસો રાખી ત્યાં જશો તો કલ્પનાની સત્તા વડે જ મનની શાંતિ થશે, વળી જગાના ફેરફારથી પણ ઘણું કાર્ય થાય છે, જો શરીરના રોગી લોકોને જગા ફેર થવાથી ઘણીવાર આરામ થાય છે તો મનના રોગીઓનું દુઃખ તેમ કીધાથી શામાટે નિવારણ નહીં થાય? વળી જેઓને પશ્ચાત્તાપની મહા પીડા નડે છે, તેઓને જગા બદલવાથી ઘણો ફાયદો થયા વિના રહેતો નથી. જગતમાં જે જે વસ્તુઓનું આપણને જ્ઞાન થાય છે, તેની પ્રતિમા આપણા સ્મરણ સંગ્રહસ્થાનમાં રહેલી હોય છે. પણ ત્યાં તેઓ એકલી હોતી નથી, હરેક પ્રતિમાને વિંટલાયલી કેટલીએક હકીકત હોય છે તે સુખદાયક અથવા દુઃખદાયક હોય તોપણ જ્યારે વિચારશક્તિ વડે તેઓમાંથી એક પ્રતિમા તે સંગ્રહસ્થાનમાંથી બહાર નીકળે છે એટલે તેને લગતી હકીકત પણ તેની સાથે એકદમ બધી ધસી આવે છે. જ્યારે પરદેશમા સ્વદેશ યાદ આવે છે ત્યારે તેની સાથે આપણાં માબાપ, સગાંવહાલાં, ઓળખીતા લોકો મિત્રો, આપણો નાનપણનો વખત, તેની ખુશી, જુવાનીનો વખત, તેમાં ભોગવેલાં સુખ, એ વગેરે હજારો વાતો તેની સાથે ધસી આવે છે, અને તેમાંની કેટલીએકથી આપણને સુખ અને કેટલીએકથી દુ:ખ ઉત્પન્ન થાય છે તેમ જ માણસે જ્યાં ખુન કીધેલું હોય ત્યાં તે રહે તો તે જગા ઉપરથી જ ખુન વિષેના ભયંકર વિચારે તેના મનમાં નિરંતર