પૃષ્ઠ:Karanghelo.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૬૫ )

પરણેલો છોકરો પણ એમ જ મરજો, અને તું પણ અથડાઈ અથડાઈ મહાદુઃખ પામી પીલાઈ પીલાઈને મરશે.” સઘળા લોકો થરથર ધ્રુજવા લાગ્યા, પણ વાણિયાના વજ્ર જેવા હૈયા ઉપર કાંઈ અસર થઈ નહી. ત્યારે હવે ભાટ પોતાનો જીવ કાઢવાને તૈયાર થયો. તે જ વખતે રાજા કરણ ત્યાં આવી પહોંચ્યો. ભાટે રાજાને જોઈ તેનું દુઃખ નિવારણ કરવાને કહ્યું, પણ રાજાએ તેની વાત ઉપર કાંઈ ધ્યાન આપ્યું નહી. તેથી ભાટમાં વાઘ જેટલો જુસ્સો આવ્યો, અને ગાંડા જેવો થઈ એક છલંગ મારી વાણિયાના ઘરમાં ગયો, અને તુરત તે વાણિયાનું તથા તેના બાળક નિર્દોષ છોકરાનું મુડદુ ઘરમાંથી ઘસુડીને બહાર કાઢયું, અને ભોંય ઉપર નાંખીને પોતાના પેટમાં ખંજર મારી તુરત પડ્યો. આ સઘળાં કામો તેણે એવી ઝડપથી કીધાં કે લોકોને તેને અટકાવવાને વખત મળ્યો નહી, અને તેઓ સઘળા જડ થઈ ઉભા જ રહ્યા. વાણિયો તથા તેનો છોકરો તો તુરત મરી ગયા, પણ ભાટનો જીવ જલદીથી ગયો નહી. તેણે પછાડા મારવા માંડ્યા, અને શરીરના તથા મનના કષ્ટથી તેને ઘણી જ અકળામણ થવા માંડી, તેની ચોતરફ ફરતી આંખ રાજા તરફ ગઈ એટલે તેને વધારે દરદ થયું, અને જેટલો ક્રોધ તેનામાં બાકી રહ્યો હતો તેટલો મ્હોં ઉપર લાવી બોલ્યો “હે દુષ્ટ રાજા ! બ્રહ્મહત્યા કરતાં પણ ભાટની હત્યા વધારે છે, તે ઈહાં ઉભા રહીને તારી રૈયતના પ્રાણ જતા જોયા. ધુળ પડી તારા ક્ષત્રીપણા ઉપર, અને બળ્યું તારૂં રાજ્ય, તું રજપૂત થઈને તારાથી નિરપરાધી ભાટને બચાવ થયો નહીં. આજે જેટલા મુઆ તેટલાનું પાપ સઘળું તારે માથે. તું જે કામને સારૂ ઇહાં આવ્યો છે તે કામ સફળ થવાનું નથી, તું વન વન રઝળીશ, તારા ઘરનાં માણસ તને છોડીને જતાં રહેશે. અને તું ક્યાં મરીશ તે કોઈ જાણવાનું નથી.” એટલું કહી ભાટ ચત્તોપાટ પડી ગયો, અને તેનો આત્મા પોતાનું માગણું વાણિયા પાસેથી વસુલ કરવાને સારૂ ઈનસાફના છેલ્લા દરબારમાં ફરિયાદ કરવા ગયો.

ભાટનો શાપ સાંભળીને રાજાને એટલું તો કષ્ટ થયું કે તે બેશુદ્ધ થઈને ભોંય ઉપર પડ્યો, તેને તેના માણસો તુરત ઉંચકી લઈ