પૃષ્ઠ:Karanghelo.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૭૦ )

આગળ જરા પણ ખોટી થવું પડશે નહી, તથા અનાજ પાણીની તંગી વેઠવી પડશે નહીં, જે થશે તે લડાઈમાં થશે, જો ઈશ્વરની કૃપાથી લડાઈમાં ફતેહ મળી તો આખો ગુજરાત દેશ જીતાયો એમ જાણવું. લડાઈના કામમાં તે બીજા લોકોની સલાહ માનશે નહીં, તે પોતાના જુસ્સાથી ઘસડાયો જશે, અને અંતે રણસંગ્રામમાં તે માર્યો જશે; અથવા મરણતોલ જખમી થશે ત્યાંસુધી તે લડાઈ બંધ પાડશે નહી. પાટણમાં ઘણાએક શુરા અને શાણા સામંતો છે, વળી તેનો વાણિયો મંત્રી પણ ધૈર્યવાળો તથા અગમ બુદ્ધિમાન છે. તેઓની શિખામણ જો રાજા સાંભળશે તો તે પાટણના કિલ્લામાં જઈને ભરાશે, અને તે કિલ્લો ઘણો જ મજબુત છે, તથા કિલ્લો લેવાનો સામાન આપણી પાસે જોઈએ તેટલો નથી, અને એ રીતે ગુજરાતના સઘળા કિલ્લા એક પછી એક લેવા પડે તો આપણી કમબખ્તી જાણવી; અન્નપાણીની ઘણી ખોટ પડશે, આપણી સાથે જે બોહોળું લશ્કર છે તેને જોઈએ તેટલો ખોરાક પૂરો પડશે નહી, ત્યારે તેઓમાંથી ઘણાએક ભૂખે મરી જશે, અને બીજાઓ એટલા તો નારાજ થઈ જશે કે તેઓને ઈહાં રાખવા ઘણું મુશ્કેલ થઈ પડશે, અને રહ્યા તોપણ તેમનું લઢવા તરફ ઘણું દિલ રહેશે નહી. ગામના લોકો તથા રાજાનું લશ્કર તેઓને હેરાન કર્યા કરશે, અને અંતે કાયર થઈ આપણને ગુજરાત છોડી જવું પડશે, તે વખત પાદશાહના અધીરા તથા ઉતાવળીયા સ્વભાવથી, તેનું ધારેલું કામ પાર પડ્યું નહી તેની નાઉમેદીને લીધે તેને જેટલો ક્રોધ ચડશે તેથી, લશ્કરમાં માણસ તથા પૈસા તરફથી ખરાબી થવાને લીધે પાદશાહના મન ઉપર જે અસર થશે તેથી, તથા પાદશાહનો કોઈ વખત પણ પરાજય થયો નથી, તથા ધારેલું કામ નિષ્ફળ ગયું નથી, છતાં આ વખતે જો તેની હાર થાય તો તેનું નામ તુટી જાય, તેની આબરૂમાં ખલેલ પહોંચે, તેની શક્તિ વિષે તેના તાબાના રાજા ઓના મનમાં હલકા વિચાર આવે, અને તેમ થવાથી રાજ્યમાં સઘળે ઠેકાણે બંડ થાય, અને તે જોઈને કોઈ અમીર અથવા બીજો શખ્સ ઉભો થઈ પાદશાહની ગાદી છીનવી લે, બલકે તેની જીંદગીને પણ નુકસાન લાગે, એ સઘળાં પરિણામો પર નજર પહોંચાડી પાદશાહને કેટલી દિલગીરી થાય તથા તે દુ:ખના આવેશમાં તે જે કરે તેથી