પૃષ્ઠ:Karanghelo.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૭૧ )

આપણને કેટલો ભય લાગવાનું કારણ થઈ પડે તેનો ખ્યાલ માત્ર કરવો. પણ એ સઘળું મારી અલ્પ બુદ્ધિ તથા ટુંકા અનુભવ પ્રમાણે બનવાનું નથી. રાજાનો સ્વભાવ ઘણો હઠીલો છે તેથી તેણે જો એક વાર લડાઈ કરવાનો અને તેમાં પોતાનું શૌર્ય દેખાડવાનો ઠરાવ કીધો તો ગમે તે થશે તોપણ તેમાંથી તે ફરવાનો નથી અને જો એકવાર મેદાનમાં યુદ્ધ થાય તો જય મળવાનો વધારે સંભવ છે, અને તેમ જ થશે તેવી આશા પણ રાખવામાં આવે છે. રાજા જો લશ્કર એકઠું કરવાની ધીરજ રાખે તો ઘણું મોટું જોરાવર સૈન્ય તેની પાસે થાય. બધા મંડળિક રાજાઓ પોતપોતાનાં માણસો લેઈને આવે, પણ હવે આપણે કરણને વખત આપીશું નહીં. આપણે જલદી જલદી કુચ કરી રાજ્યધાનીના શેહેર ઉપર જવું, એટલે તે મંડળિક રાજાઓથી પોતાના સીપાઈઓ એકઠા કરી રાજાને મદદ કરવાનું બની આવશે નહી. કરણ તેઓની રાહ જોવાનો નથી, પોતાની શક્તિ ઉપર તેને એટલો બધો વિશ્વાસ છે તથા આપણા ઉપર તેને એટલો તો ધિક્કાર છે કે તે મદદની રાહ ન જોતાં લડાઈ કરવાને તૈયાર થશે, તેના ઘણાએક મંડળેશ્વર છે તેઓ પોતાના તાબાનાં માણસોને લઈને આવશે, તેમને તથા પોતાના ખાસ લશ્કરને લઈ રાજા લડાઈમાં આવશે. લશ્કરની બહાદુરી વિષે કહેવાની જરૂર નથી. આપણા લશ્કરે રજપૂત સીપાઈઓની સાથે ઘણીએક વખતે યુદ્ધ કીધેલું છે. તેઓની હિંમત, લડવાની રીત વગેરેથી તે સારી પેઠે વાકેફ હશે. બહારથી સહાયતા મેળવવાનો તેને સંભવ નથી. દેવગઢનો રાજા આપણાથી એટલો તો ત્રાસ પામ્યો છે, તથા તેનો એટલી બધી વાર પરાજય થયલો છે કે તે આ વખત માથું ઉઠાવવાની હિમ્મત ચલાવશે નહી. વળી તે આપણા પાદશાહનો ખંડીયો રાજા છે એટલે આપણી સામે થવાનો તેનો ધર્મ નથી. રાજ્યસ્થાનમાંના ઉદેપુર, જોધપુર, અજમેર, ઈત્યાદિ સંસ્થાનોના રાણા, રાજાઓ પોતાના જાતભાઈને મદદ કરવાને આવશે નહીં, જ્યારે ઘોરીશાહે દિલ્હીના પૃથુરાજ ઉપર ચઢાઈ કીધી તે વખતે જેમ બીજા રજપૂત રાજાઓ તેને સહાય થયા હતા તેમ આ વખતે કરણને મેવાડ, મારવાડ અથવા બીજા કોઈ રજપૂત સંસ્થાનના રાજા તરફથી પૈસા અથવા લશ્કરની