પૃષ્ઠ:Karanghelo.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૦૪)

માધવ ઉપર કાયમ રહ્યું એટલું જ નહી, પણ તે પાસે ન હોવાથી તેમાં વધારો થયો. એવી સ્થિતિમાં તે બંને મળ્યાં, અને તેઓનું અસલનું હેત તેટલા જ જોરથી પાછું આવ્યું. માધવે શાસ્ત્રીઓની સભા કીધી, અને બ્રાહ્મણની સ્ત્રીનો રજપૂત સાથે બળાત્કારથી સંસર્ગ થયો તેનો દોષ નિવારણ કરવાનું પ્રાયશ્ચિત્ત તેઓની પાસે શોધી કઢાવ્યું. પછી તે પ્રમાણે સઘળી ક્રિયા રૂપસુંદરી પાસે કરાવી, બ્રાહ્મણોને મન માનતી દક્ષણા આપી, અને લાડુનું ભોજન કરાવી, સઘળા બ્રહ્મદેવને સંતોષ્યા. હવે બીજી કાંઈ હરકત રહી નહી તેથી માધવ તથા રૂપસુંદરીએ પાછો પોતાનો ધણીધણિયાણીને સંબંધ જારી કીધો. એ પાછા મળેલા સુખની યાદગીરીને વાસ્તે માધવે વર્તમાન નગર (વઢવાણ)માં એક વાવ બંધાવી તે હજી તેના નામથી ઓળખાય છે.

ગુજરાત સઘળું એક લડાઈમાં જીતાયું તે સમાચાર પાદશાહને હવે કહેવડાવવાના હતા, પણ એકલી ખબર મોકલ્યાથી અલાઉદ્દીન જેવો પાદશાહ પ્રસન્ન થશે નહી એવું અલફખાંને નક્કી હતું, તેણે ગુજરાતની કાંઈ નવાઈની વસ્તુ મોકલવી જોઈએ, અને બ્હાના દાખલ કેટલોએક તે દેશનો ખજાનો પણ મોકલવો જોઈએ. અલાઉદ્દીનનો સ્વભાવ વિષયી હતો, તે અલફખાંને સારી પેઠે માલમ હતું; માટે કોઈ અતિ રૂપાળી સ્ત્રી પાદશાહને જો નજર કરાય તો તેના જેટલો બીજા કશાથી તેને સંતોષ વળે નહીં એમ તે અનુભવથી જાણતો હતો, કરણ રાજાની પટરાણી કૌળારાણીની ખુબસુરતી આખા ભરતખંડમાં પ્રસિદ્ધ હતી. રૂપમાં તથા બીજી હોશીઆરીમાં તે અનુપમ હતી, તથા તેની કીર્તિ દિલ્હી સુધી ફેલાઈ હતી. એવી કૌળારાણીને દિલ્હીમાં પાદશાહ પાસે મોકલવાને અલફખાને ઠરાવ કીધો, અને તે મતલબસર તેણે તેની સઘળે ઠેકાણે શોધ કરાવી, જ્યારે સઘળી તેની તપાસ વ્યર્થ ગઈ અને જ્યારે તેને બીજી રાણીઓથી ખબર મળી કે કૌળારાણી તો શેહેર મૂકીને જતી રહી, ત્યારે તે ઘણો નિરાશ થયો, અને હવે શું કરવું તે તેને સુઝ્યું નહીં. આટલા મોટા લશ્કરમાંથી તથા બળતા મેહેલમાંથી તે શી રીતે નાસી ગઈ, ને તે ક્યે રસ્તે અને કયાં ગઈ, તેના કાંઈ પણ