પૃષ્ઠ:Karanghelo.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૦૭ )

ઉભું રહ્યું. અને “ લુગડાં ઉતાર ” એવી રીતે તેને મોટે સાદે કહ્યું, કૌળારાણીના શરીરમાંનું તમામ લોહી પાછું હઠીને અન્તઃકરણમાં જઈ રહ્યું, અને ઘોડા ઉપરથી હમણાં પડી જશે એવો વખત આવ્યો. પણ તેણે તે વખતે રજપૂતાણીનું નામ રાખ્યું. હિમ્મત પકડીને તે ઘણી ધરપતથી બોલી: “હું મુસલમાન સવાર છું. અમારા લોકોએ તમારા કરણ રાજાને હરાવ્યો, તથા કતલ કીધો છે; અમે આખું ગુજરાત તાબે કીધું છે; અને અમે હમણાં સઘળા મુલકના ધણી છીએ, અમારા સરદાર સાહેબે મને ગુજરાત સર કીધાના સમાચાર દિલ્હીના પાદશાહ અલાઉદ્દીન ખિલજીને પહોંચાડવા મોકલ્યો છે. હું પાદશાહી કામ ઉપર જાઉં છું. માટે જે તમે મને ઈહાં રોકશો, મને લુંટશો, બીજી રીતે ઉપદ્રવ કરશો, અથવા મારો જાન લેશો તો તમારી કમબખ્તી આવી એમ જાણવું. તમે પાદશાહને ઓળખો છો ? તે આખી જહાનનો રાજા છે. જો તમે તેના માણસને છોડશો તો તમે આકાશ, પૃથ્વી કે પાતાળ ગમે ત્યાં હશો તોપણ ત્યાંથી તે તમને શોધી કાઢશે; તમારાં ઘરબાર બાળી મૂકશે, તમારાં બઈરી છોકરાંને કાપી નાંખશે; અને તમને પણ રીબી રીબીને મારી નાંખશે. માટે દૂર રહો, અને મને તાકીદથી જવા દો, મારી પાછળ બીજા કોઈ આવે તેને ગમે તે કરજો, પણ જો તમને તમારી તથા તમારાં વહાલાંઓની જીન્દગી પ્યારી હોય તો મને છેડશો માં.” આ ધમકીથી ચોરના મન ઉપર જરા પણ અસર થઈ નહી કૌળારાણીના આ ધર૫તના શબ્દ પવનમાં ઉડી ગયા, અને તેથી દેહેશત ખાવાને બદલે આ રાનના પુત્રો ખડખડ હસી પડ્યા. તેઓમાંથી એક આગળ આવી બોલ્યો, “અમારા મનને હિન્દુ અને મુસલમાન, પાદશાહનો માણસ કે ગામનો રાવણીઓ, એ સઘળા સરખા છે. અમે કાંઇ માણસને જોતા નથી, પણ તેની પાસે જે હોય છે તે ઉપર ધ્યાન આપીએ છીએ. તમારા પાદશાહને અમે એાળખતા નથી, અને ઓળખવો પણ નથી. તે અલુદીન ખીચડી કે અલુદીન ઘી ગમે તે હોય તેની અમને શી ચિન્તા છે; અને તે અમને મારી નાંખશે તેની અમને કાંઈ ફિકર નથી, અમે મોતની પડોશમાં રહીએ