પૃષ્ઠ:Karanghelo.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૨૭ )

માને તો શરેહ પ્રમાણે તેઓની પાસેથી જઝીઓ કર લેવામાં આવતો હતો. એ કર આપવામાં જેઓ હરકત કરતા, અથવા કાંઈ દગો કરી તે જેટલો જોઈએ તે કરતાં ઓછો આપતા, તેઓને ભારેમાં ભારે દેહાંતદંડની શિક્ષા કરવામાં આવતી હતી. બિહારીલાલે ઘરમાંનું એક માણસ છૂપાવી ઓછો જઝીઓ આપ્યો એવું તેના ઉપર તોહમત આવ્યું હતું, અને અગરજો તે બિલકુલ પાયા વગરનું હતું, અગરજો તે નિરપરાધી હતો, તથા એ સઘળું કામ જઝીઆના ઉઘરાતદારની દુશ્મનીને લીધે ઉઠ્યું હતું, તો પણ જે રાજ્યમાં હિંદુઓ ઉપર દ્વેષ, જ્યાં ઈનસાફનો કાંટો પૈસાવડે ગમે તેણી ગમ નમે, અને જ્યાં સરકારને જે વાતથી નુકશાન થાય એવી વાતમાં ન્યાયાધીશો રૈયતની વિરૂદ્ધમાં ફેંસલો કરે એ નિશ્ચય, ત્યાં બિહારીલાલ પોતે નિર્દોષ છતાં પોતાના જાનમાલની મોટી ધાસ્તીમાં રહે એમા કાંઈ આશ્ચર્ય ન હતું. ધાસ્તી તો શું પણ તેના મનમાં નક્કી હતું કે જો આ પ્રસંગે ઘટતા ઉપાય કરવામાં આવશે નહી તો વધારે દહાડા જીવવાની આશા જ રાખવી નહી. પણ પરમેશ્વરની મેહેરબાનીથી એવા અન્યાયી, જુલમી રાજ્યમાં શિક્ષામાંથી બચવાનો એક મોટો ઉપાય હોય છે, અને જ્યાં સુધી તે ઉપાય કરવો આપણા અખતિયારમાં હોય છે ત્યાં સુધી જીન્દગી સલામત છે એમ કહી શકાય છે. એ ઉપાય પૈસા છે, 'જર ચાહે સો કર,” એ કહેવત કેટલીએક વાતોમાં ખરી પડે છે. જરવાળો માણસ ખરા અથવા ખોટા ગુનાહમાંથી એ સાધનથી બચી શકે છે, એટલું જ નહી પણ તે ગુનાહ કોઈ બીજા ઉપર ઢોળી શકે છે, એવે ઠેકાણે જેઓ ગરીબ એટલે અશક્તિમાન, સાધનરહિત, હોય તેઓની ખરેખરી કમબખતી થાય છે. તેઓ પોતાના ઉપરના ખરા અથવા ખોટા અપરાધની શિક્ષા ભોગવે છે એટલું જ નહી પણ બીજા શ્રીમંત લોકોના અપરાધની સજા ઘણી વખતે તેઓને ખમવી પડે છે. તેઓનો બેલી તો પરમેશ્વર જ છે, અને તેઓ જીવતા રહે એ જ આ જગતના તથા તેમના દેશના પાદશાહનો મોટો પાડ એમ તેઓએ માનવું જોઈએ. બિહારીલાલ મોટો વ્યાપારી હતો, અને તેણે થોડાંએક વર્ષમાં ઘણું