પૃષ્ઠ:Karanghelo.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૨૮ )

દ્રવ્ય મેળવ્યું હતું, પણ રાજ્યના જુલમને લીધે તેનાથી તે દ્રવ્યનો ઉપભેાગ થઈ શકતો ન હતો. સરકારનાં માણસોની ગીધ જેવી નજર તેના ઉપર ન પડે માટે તે એક ખુણામાં એક નાના સરખા ઘરમાં રહેતો હતો. ખાવા જેટલો પૈસો બહાર રાખી તેણે પોતાની સઘળી દોલત ભોંયમાં દાટી મૂકી હતી; અને એવાં નઠારાં લુગડાં પહેરીને તે ફરતો તથા ઘરમાં એવો થોડો ખરચ રાખતો હતો કે તેની પાસે પૈસો છે એવો શક કોઈને ઘણી જ મુશ્કેલીથી આવે, પણ પૈસાની બાબતમાં જુલમી સરકારની ઘ્રાણેન્દ્રિય ઘણીજ તીક્ષ્ણ હોય છે. જેમ કેટલાએક શિકારી કૂતરા ભોંયમાં દર કરી ભરાયલાં સસલાંને સુંઘવાથી બહારથી પારખે છે, જેમ મુડદાંની વાસ ગીધ તથા સમડીને ઘણે દૂરથી લાગે છે, તથા જેમ મંકોડા સાકરની પીમળ ગમે ત્યાંથી એાળખી કાઢે છે, તેમ તેના દાટેલા ધનની ગંધ સરકારના નાકમાં પહોંચી, હરેક માણસને કોઈ પણ શત્રુ હોય છે, અને વળી જો તેની અવસ્થા સારી હોય તો કેટલાએક તેની અદેખાઈ કરનાર હોય છે, તેઓને પોતાનું વેર લેવાને, અથવા અદેખાઈના તાપ હોલવવાને, બીજો કાંઈ ઉપાય જડતો નથી, ત્યારે તેની પાસે અખૂટ દોલત છે એવી સરકારમાં ખબર આપે છે. પછી તે ખબર ખરી હોય કે ખોટી તેપણ તેના ઘર ઉપર બીજે દહાડે પેહેરો આવવાનો, તેના માલની જપ્તિ થવાની, તે કોઈ અન્યાયને માટે સરકારમાં ઘસડાવાનો, તોહમત તેના ઉપર સાબિત થવાનું, સજા કરતી વેળા જાણી જોઈને ભાંજગડ કરવા કેટલાએક પડવાના, તેની પાસે વધારે દોલત છે એ જ તેનો મોટો દોષ એમ તેની ખાતરી થવાની, તથા અન્તે તેની દોલતનો અર્ધો ભાગ અથવા વખતે તેથી પણ વધારે ઘણીએક રકજક તથા તકરાર પછી તેને આપવો પડવાનો. એમાં કાંઈ સંશય જેવું નથી. આવા ખાનગી દુશ્મનો તથા અદેખા લોકો એ કામને વાસ્તે જાણે બસ ન હોય તેમ સરકારના તરફથી ગુપ્ત જાસુસો પણ શહેરમાં ફર્યા કરતા હતા. તેઓ દિલ્હીના હરેક ભાગની, હરેક મમોહલ્લાની, તથા હરેક ઘરની બાતમી રાખતા હતા, અને કોઈ પણ શિકાર તેઓને મળ્યો એટલે તુરત તેના ઉપર