પૃષ્ઠ:Karanghelo.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૩૦ )

પગ તુટતાં પણ બહાર નીકળાય તો તેનું મોટું ભાગ્ય જાણવું, નહી તો તે કરોળિયો આઘે બેસીને તેના પછાડા તાકીને જોયાં જ કરતો હોય છે, અને જ્યારે તેનો ભક્ષ થાકીને નરમ પડે છે એટલે તે ધીમે ધીમે આવી તેની જીન્દગીનો અન્ત આણે છે. તે પ્રમાણે બિહારીલાલ બીચારો સરકારની મહાજાળમાં ફસાયો હતો, અને તેમાંથી હવે નીકળવાને પછાડા મારતો હતો. તેની ચુક માત્ર એટલી જ હતી કે તેણે જમાનો, દેશની હાલત, તથા રાજનીતિ બરાબર તપાસી નહી. સાચવટ તથા પ્રમાણિકપણા ઉપર ભરોસો રાખી, તથા તેને ખડકના જેવાં અચળ સમજીને તેઓને અઢેલીને તે ઉભો રહ્યો, પણ તે એટલું સમજ્યો નહી કે સાચવટ તથા પ્રમાણિકપણું આ દુષ્ટ જગતમાં ઘણે પ્રસંગે માણસને દુનિયા તરફના નુકશાનથી બચાવી શકતાં નથી, તથા આ તોફાની ભવસાગરમાં તો ખડકો કેટલીએક વાર ખસી જાય છે, અને તેઓના ઉપર વિશ્વાસ રાખી તેને વળગી રહેનારા માણસ ઉછળતાં મોજાંમાં ઘસડાઇ જાય છે. જો સાચવટ તથા પ્રમાણિકપણા ઉપર પાકો ભરોસો રાખવો હોય તો દુનિયા તરફની ખરાબીથી કદી પણ બીહીવું નહી. તેમણે નક્કી મનમાં સમજવું કે આ બે અમૂલ્ય ગુણ પકડી રાખ્યાથી દુનિયામાં કદાચ તેમના ઉપર ગમે તેટલી આફત પડે, તેમની પાયમાલી થઈ જાય, અથવા વખતે જાનની પણ ખુઆરી થાય, તોપણ આ પ્રપંચી દુનિયાનો ત્યાગ કીધા પછી પરલોકમાં સર્વ શક્તિમાન તથા સઘળાં સારાં કામોનો તથા સઘળા શ્રેષ્ઠ ગુણોનો બદલો આપનાર પરમેશ્વરની તરફથી અક્ષય સુખની પ્રાપ્તિ થયા વિના રહેશે નહીં, એ વાત ઉપર નજર રાખીને તથા એ ગુણો સારા જ છે માટે હમણાં તેઓથી ગમે તેવાં માઠાં પરિણામ નિપજે તેની દરકાર ન કરતાં તે ગુણો પાળવા જ એમ તેમણે મનમાં નક્કી રાખવું. એ સદ્દગુણોને લીધે દુનિયામાં પણ ઘણા લાભ થાય છે. પણ તે લાભ ઉપર એટલો વિશ્વાસ રાખવો નહી. જે માણસ આ જગતમાં ફાયદાને માટે જ સદા ચરણે વર્તે છે તેનો ટેકો ઘણો નબળો છે. સદ્દગુણી માણસો ઉપર ઘણી વિપત્તિઓ આવી પડે છે. તેઓને પણ જગતમાં સામાન્ય નિયમો લાગુ