પૃષ્ઠ:Karanghelo.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૪૧ )

કરવાનો, તથા પોતાના નામ ઉપરનો આ કલંક ધોઈ નાંખવાનો ઠરાવ કીધો હતો. ઇતિહાસ ઉપરથી માલમ પડે છે કે ખેાજાઓ પુરૂષનાં લક્ષણથી રહિત હોય છે તો પણ તેઓમાં હમેશાં નામર્દાઈ હોય છે, અથવા તેઓ નાહિમ્મત હોય છે, એમ કાંઈ હોતું નથી. નારસીસ અને બીજા કેટલાએક ઝનાનખાનાના રખેવાળેાએ મોટાં શૂરાં કામો કીધેલાં છે, તેઓમાં બહાદુરીની કોઈ કસર ન હતી. તે જ પ્રમાણે કાફુરને હતું. માટે તેનામાં જે જવાહિર હતું તે દુનિયાને દેખાડી આપવાને કોઈ પણ લડાઈ ઉપર ચઢવાનો તેણે નિશ્ચય કીધો.

એ પ્રમાણે વિચાર કરતો કરતો કાફુર પાદશાહી મહેલમાં ગયો, અને પાદશાહ ક્યાં છે એ વાતની તેણે તજવીજ કીધી. તે વખતે અલાઉદ્દીન ઝનાનખાનામાં બેઠેલો હતો, પણ કાફુરને બેગમોને જોવાને તથા તેઓની સાથે વાતચિત કરવાને કાંઈ હરકત નહતી, તેથી તે પણ ઝનાનખાનામાં ગયો. તે જઈને જુએ છે તો અલાઉદ્દીન ભેાજન કરવાને બેઠો હતો. તેની આગળ મેજ ઉપર નાના પ્રકારના દારૂના સીસા પડેલા હતા, તથા પ્યાલાંઓ વારાફરતી ભરાતાં હતાં. તેની પાસે તેની કૌળારાણી બેઠેલી હતી, અને તેઓ બંને અતિ આનંદમાં વાતચિત કરતાં હતાં, તથા રાતા ચળકતા પ્રવાહીઓનો ઘણી છુટથી ઉપયોગ કરતાં હતાં. કૌળારાણીને આપણે છેલ્લી જોઈ તે કરતાં હમણાં કાંઈ બદલાઈ નહતી. ઉલટી રજપુતાણીનો પહેરવેશ બદલી તેણે હમણાં પઠાણની બઈરીનો પોશાક પહેર્યો હતો, તથા ઘણાં ઉમદા અને કિમતી જવાહિરો પહેરેલાં હતાં, તેથી તે વધારે ખુબસુરત દેખાતી હતી, તથા તેનું હુરીના જેવું રૂપ વધારે પ્રકાશી નીકળતું હતું. ગુજરાત છોડતી વખતે તેને જે દુ:ખ ઉપજ્યું હતું તે ધીમે ધીમે ઘસાઈ ગયું હતું. દુ:ખનું ઓસડ જે દહાડા તેણે તેના મન ઉપર મોટો ફેરફાર કર્યો હતો, અને ટેવ જે માણસને હરેક સ્થિતિ સાથે અનુકૂળ કરી આપે છે તેણે હવે તેની મદદે આવીને તેને તેની આ નવી અવસ્થાની સાથે સમાધાન કરાવ્યું હતું. એટલા