પૃષ્ઠ:Karanghelo.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૪૮ )

તમારું દુ:ખ તાજું થઈ આવે. એ લશ્કરની સંખ્યા અગણિત છે, તેમાં માત્ર એક લાખ સ્વાર છે, તેનો સરદાર નાયબ મલેક કાફુર છે, તે ઘણો આગ્રહી, શૂરો, તથા લડાઈના કામમાં પ્રવીણ છે. તેની સાથે બીજા ઘણાં બુજર્ગ, દાના, તથા લડાઈના કામમાં ઘણા માહિતગાર એવા અમીર લોકો મસલતદાર છે. તેઓની છાવણી હાલમાં ખાનદેશમાં સુલતાનપુરમાં છે. ત્યાંથી કાંઈ સંદેશો કહેવાને મલેક નાયબ કાફુરે પાદશાહ અલાઉદ્દીનના હુકમથી મને મોકલ્યો છે. તે સંદેશે શો છે તે હું તમને જણાવું છું. તમને ખબર તે હશે કે તમારી રાણી કૌળાદેવી હાલમાં પાદશાહના જનાનખાનામાં મુખ્ય દરજજો ભોગવે છે. તે પટરાણી થઈ પડી છે; તેની સત્તા પાદશાહ ઉપર ઘણી છે, અને પાદશાહ તેને કોઈ વાતની ના કહી શકતો નથી. એ કૌળારાણીને બે દીકરીઓ હતી તેમાંથી એક મરી ગઈ છે, બીજી તેર વર્ષની જેનું નામ દેવળદેવી છે તે તમારી સાથે રહે છે. તેની માને તેના વિના જરા પણ ગમતું નથી. તે બેને ઘણાં વર્ષ થયાં વિયોગ થયો છે, તેથી તેને મળવાને સુલતાન ઘણાં આતુર છે. અલબતાં તમારા કરતાં તેનો છોકરી ઉપર વધારે હક્ક છે, તેને પોતાની છોકરી ઉપર એટલો તો હજી પ્યાર છે કે તેના વિના તેની તબિયતમાં બિગાડ થશે; વળી તે છોકરી ઈહાં છે તે કરતાં પાદશાહની પાસે મોટા દરબારમાં સુલતાના સાહેબની સાથે રહેશે તો વધારે સુખી થશે, બેગમ સાહેબે પાદશાહ આગળ દેવળદેવીને તેડાવવાની ઘણી જ ખાહેશ દેખાડી છે. પાદશાહે તેની અરજ મંજુર કીધી છે અને તે પ્રમાણે મલેક કાફુરને એવો હુકમ કીધો છે કે જો દેવળદેવીને જીવતી દિલ્હી નહી લાવે તો તેનું માથું કાપી નાંખવામાં આવશે. એ પ્રમાણે પાદશાહે સખત હુકમ કીધો છે. માટે તમારે તે છોકરી આપ્યા વિના છુટકો નથી, માટે જો તમે તમારી દીકરીનું સુખ ચહાતા હો તો આનાકાની કીધા વગર મને આપી દો, હમણાં તેની ઉમર એટલી છે કે તેને માની સંભાળની ઘણી જ જરૂર છે તેને પણ હમણાં માની ખોટ લાગતી હશે તે ત્યાં જવાથી પુરી પડશે, હમણાં તે અન્ધારામાં એક ખુણામાં સંતાઈ રહી છે તેને અજવાળામાં લાવી તેનું સુંદર ચિત્તાકર્ષક રૂપ જગતમાં