પૃષ્ઠ:Karanghelo.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૫૮ )

એવી બે લોકમાં વાત ચાલે કે તેઓના ઉપર જુઠાં તોહોમ્મત મુકીને તેઓની ઘણી ગેરઆબરૂ કરવામાં આવતી, અને જ્યારે તેઓ સુબાનું ગજવું ભરી આપતા ત્યારે જ તેઓનો છૂટકો થતો. બીજી ઘણી એક જાતના પહેલાં સાંભળવામાં ન આવેલા કરો લોકો ઉપર બેસાડ્યા; તેઓમાં જઝીયાથી, તેને ઉઘરાવવાની ક્રૂર તથા સખત રીતથી, અને ઉઘરાતદારની લુચ્ચાઈ તથા જુલમથી લોકો ત્રાહ્ય ત્રાહ્ય કરવા લાગ્યા. પ્રજાની મિલકત તથા જીંદગી જરા પણ સલામત ન હતાં. તેઓનો વીમો લાખો રૂપીઆના 'પ્રીમિઅમે' પણ કોઈ ઉતારે નહીં. જે દહાડો જાય તે ગનીમત, જે પૈસા સલામત રહ્યા, જે જીવતા સુધી તેની પાસે રહ્યા તે જ તેના, અને રાત્રે સુઈને બીજે દહાડે સહીસલામત ઉઠે ત્યારે જ એક દહાડો જીવ્યા એમ કહેવાય. એ પ્રમાણેનો જુલમ ચાલી રહેલો હતો. રજપૂતાના રાજ્યમાં બઈરાઓને ફરવા હરવાની છૂટ હતી તે સઘળી જતી રહી. જે બઈરી ખુલ્લી રીતે રસ્તામાં ફરે તેને મુસલમાન લોકો તે ગમે તેવી આબરૂદાર હોય તો પણ કસબણ સમજતા હતા, અને તેનું ઘણું અપમાન કરતા હતા, તેથી બીચારાં બઈરાનું તે સુખ પુરું થયું; તેઓ સઘળે ઠેકાણે કેદીની પેઠે ગોંધાયાં; આબરૂદાર લોકોના ઘરમાં જનાનખાનાનો હોજલ પડદો પળાવા લાગ્યો; અને એ પ્રમાણે થવાથી બઈરાંની રીતભાતમાં તથા ચાલચલણમાં પણ માઠો ફેરફાર થવા લાગ્યો. ગરીબ લોકનાં બઈરાં જેને જાતે રળવાની ફિકર હતી, તથા જેને બહાર ફર્યા હર્યા વિના ચાલે નહી એવું હતું, તેઓ જ માત્ર ઘણી લાચારીથી બહાર ખુલ્લાં નીકળતાં, તે બીચારાંને પણ ઘણી દેહશત રહેતી, અને તેઓમાંથી કદાપિ કોઈ દેખાવડું હોય તે તેની ખરેખરી કમબખતી જ જાણવી. તે બાપડીની તે ડગલે ડગલે ફજેતી. ધર્મને પણ એજ પ્રમાણે ધક્કો લાગ્યો, તેનું પણ એ જ પ્રમાણે અપમાન થવા લાગ્યું. સવારના પોહોરમાં જ્યારે મસજીદોમાંથી મુલ્લાં બાંગ પોકારે ત્યારે કોઈ પણ દેવસ્થાનમાં ઘંટ, શંખ, વગેરે બીજાં વાજીન્ત્રો વગાડવાની ઘણી સખત મનાઈ કરવામાં આવી હતી, મસજીદ આગળ કોઈ પણ