પૃષ્ઠ:Karanghelo.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૫૯ )

હિન્દુઓ વાજીન્ત્ર વગાડે તો તેને ભારે શિક્ષા થતી હતી. મુસલમાન લોકોને ધર્મ સંબંધી કોઈ પણ કામમાં ભોગ જોગે કોઈ હિન્દુ હરકત કરે તો તેણે તો પોતાના જીવની આશા છોડી જ દેવી. એથી ઉલટું, હિન્દુઓના ધર્મ સંબંધી સઘળાં કામોમાં હરકત કરવાની હરેક મુસલમાનને રજા હતી. રજા સ્પષ્ટ તો આપેલી નહી, પણ તેવી હરકત કરનારને કાંઈ પણ સજા થતી નહી. એટલે તેમ કરવાથી રજા મળેલી હોય તેના જેવું જ હતું. હિન્દુઓથી ખુલ્લી રીતે કોઈ પણ ક્રિયા થઈ શકતી નહી, કેમકે છેક સુબાથી તે એક હલકા મુસલમાન ઝાડુ કાઢનાર સુધી સઘળાને ખાતરી હતી કે હિન્દુઓનો ધર્મ પાખંડી, શેતાનનો બનાવેલો, તથા જેમ બને તેમ જલદીથી જડમૂળથી ઉખેડી નાંખવા જેવો છે. એવા ધર્મને હરકત કરવામાં, તથા જોર જુલમથી હિન્દુના મ્હોંમાં થુંકીને તથા બિસમિલ્લા બોલાવીને તેને મુસલમાન કરવામાં મોટો સવાબ છે, એમ તેઓ માનતા, રોજ રોજ કેટલાએક હિન્દુઓ પૈસાની તથા આબરૂની લાલચથી મુસલમાન થતા. કેટલાએક તો લોકો ઉપર જુલમ કરી શકાશે એવા વિચારથી તથા રાજ્ય કરનાર વર્ગમાં ભળી જવાથી મોટો અધિકાર મળશે, તથા હિન્દુ તરીકે તેમના ઉપર જે જુલમ ગુજરતા હતા તે બધામાંથી છૂટા થવાશે, એ મતલબથી જ પોતાનો ધર્મ છોડીને દીન મહમ્મદનું નામ ધારણ કરતા હતા. કેટલાએક બીચારાને તો મુસલમાનો પકડીને બળાત્કારે વટાળતા, અને કેટલાએકને તો લાલચ આપી બિસમિલ્લા બોલાવતા, પછી તેઓ ભીખ માગીને ખાતા અને મસજિદોમાં સુઈ રહેતા.

હિન્દુઓના દેવની તથા દેવસ્થાનોની અને તેઓની સાથે તેઓના પૂજારીઓ તથા બ્રાહ્મણોની પણ તેવી જ દુર્દશા થઈ. દેવસ્થાનોના અંગના ઘણાએક હક્કો સુબાએ છીનવી લીધા, પૂજારીઓને પૂજા બદલ જે મળતું તે બંધ કીધું, બ્રાહ્મણોને જે હક્ક તથા વર્ષાસન આગલા હિન્દુ રાજાઓએ કરી આપ્યાં હતાં તેઓમાંનાં ઘણાં ખરાં અટકાવ્યાં, દેવોને સઘળે ઠેકાણે અપમાન થવા લાગ્યું, કેટલેએક