પૃષ્ઠ:Karanghelo.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૬૫ )

ભરતની પેઠે ઉભા જ રહ્યા, અને પછી એકાએક તેએાએ પીઠ ફેરવી નાસવા માંડ્યું, અલફખાં ઘણો ગુસ્સે થયો, પણ લાચાર, તે શું કરે ? તોપણ તેઓ થોડેક સુધી નાઠા પછી તેણે તેઓને અટકાવ્યા, તે દહાડો તો જવા દીધો, પણ બીજે દહાડે પાછી ચઢાઈ કીધી. આ વખતે પહાડ નીચેનાં માણસોએ આગલા દહાડાની પેઠે બાણની વૃષ્ટિ કીધી, પણ તેથી મુસલમાને ઉપર ઘણી અસર થઈ નહી. તેઓ આગળ વધ્યા જ ગયા. રજપૂતોને પાછા હઠવું પડ્યું, અને જેમ જેમ તેઓ પાછા હઠતા ગયા તેમ તેમ મુસલમાનો આગળ વધતા ગયા. જ્યારે તેઓ સાંકડી નાળમાં ફસાઈ ગયા ત્યારે રજપૂતોએ અટકી પડવા માંડ્યું અને ઉપરથી કરણના માણસોએ તીરનો માર નીચે ચલાવ્યો. મુસલમાનેએ આવું ધાર્યું ન હતું. તેઓના ઉપર બે તરફથી હુમલો એક્કી વખતે થયો. જો ઉપરના શત્રુ સામે પોતાનો બચાવ કરવા જાય તો નીચેના માણસે તેઓને ભાલેવતી વીંધી નાંખે. અને એથી ઉલટું કરવા જાય તે ઉપરથી તીરને વરસાદ વરસે. એ પ્રમાણે થવાથી મુસલમાન સીપાઈઓ ઘણાં અકળાઈ ગયા. તેઓની એકેક હારમાં પાંચ કરતાં વધારે માણસ રહી શકે એટલી જગા નહી હોવાને લીધે તેઓનું કાંઈ જોર ચાલ્યું નહીં. તેઓમાંથી ઉપરાઉપરી માણસો મરવા લાગ્યાં, અને આગળ કાંઈ થાગ લાગશે નહીં, એવું વિચારીને તેએા વેરાઈ ગયાં; તેઓમાં ભંગાણ પડ્યું, તથા છૂટક છૂટક સઘળાં નાસવા લાગ્યાં, આવી અવસ્થામાં રજપૂતોએ એક ધસારો કરી દુશમનના ઘણાએકને કાપી નાંખ્યા, અને પાછા પોતાને નાકે જઈ ઉભા રહ્યા. જો કરણ રાજાએ દોડ કીધી હોત તો તેની મોટી મૂર્ખાઈ થાત. કેમકે તે મેદાનમાં પડત અને તેના દુશ્મન પાછા ફરીને તેને સપડાવત તો તેની ખરાબી થયા વિના રેહેત નહીં. પણ આ વખતે પહેલાંના જેટલી તેણે બહાદૂરી તો બતાવી પણ તેની સાથે ડહાપણ વધારે વાપર્યું. જો એટલું ડહાપણ તે વખતે વાપર્યું હોત, જો હમણાંની પેઠે તે બીજા અનુભવી તથા પ્રવીણ શૂરા સામંતેાની સલાહ પ્રમાણે ત્યારે ચાલ્યો હોત તો તેને આ દહાડો આવત નહી. આ