પૃષ્ઠ:Karanghelo.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૭૦ )

થઇ ગયા. અલફખાંએ એવું ધાર્યું કે મને જતાં વાર લાગી તેથી મલેક કાફુરે મને આ મદદ મોકલી હશે તેથી તેનાં માણસો ઘણાં ખુશ થયાં, અને આ નવા આવનારાઓને આદરમાન આપવાને તેઓ સઘળા તત્પર થઈ રહ્યા. જ્યારે તે લશ્કર થોડું પાસે આવ્યું ત્યારે એવું માલમ પડ્યું કે, એ તો ભીમદેવ થોડાંએક માણસે લઈને આવે છે, પણ તેની આવવાની શી મતલબ હશે તે કોઈના જાણ્યામાં આવ્યું નહી. અલફખાંનને હવે નક્કી થયું કે જેઓ આવે છે તેઓ તેના મદદગાર નથી પણ ઉલટા શત્રુ છે માટે તેઓને અટકાવી પાછા વાળવા જોઈએ, અને તે કારણસર તેણે પોતાનાં થોડાં માણસો આગળ મોકલ્યાં. કરણ પણ ઘણા સંદેહમાં પડ્યો. ભીમદેવની લશ્કર લઇને આવવાની શી મતલબ હશે? શું તેનો વિચાર દેવળદેવીને બળાત્કારે લઇ જવાનો હશે ? જો એમ હશે તે પહેલાંથી જ હું તેને મારી ખુશી બતાવીશ, પછી તે શામાટે જોર કરશે ? શું તેનો વિચાર ફરીથી દેવળદેવીનું માગું કરવાનો હશે ? એમ હોય (હોય તો કેવું સારૂં ) તો હું તેના ઉપર જાતે મોટો ઉપકાર કરતો હોઉં એવું દેખાડી કેટલીએક શરતે તેની વાત કબુલ કરીશ. તે અલફખાંને મદદ કરવાને તો આવ્યો નહી જ હશે તેને અને અલાઉદ્દીન પાદશાહને તો કટ્ટુ વેર છે પણ હવે તે આવશે ત્યારે સઘળી વાત જલદીથી જણાઈ આવશે.

ભીમદેવે પોતાની સામે લડવાને મુસલમાનોનું એક લશ્કર આવે છે એમ જાણીને, તથા લડાઈ કરી વખત ખોવાની તેની ખુશી ન હતી તેથી પોતાનો રસ્તે બદલ્યો, અને એક અજાણે માર્ગથી પોતાનું લશકર લઇ જઈ જલદીથી કરણની છાવણીમાં જઈ પોંહોંચ્યો. મુસલમાન લોકોની ટુકડી ઘણે આગળ ગઈ, પણ ભીમદેવનાં માણસોને કંઇ દીઠાં નહીં, આસપાસનાં ગામના લોકોએ ખોટી ખબર આપી તેઓને આણીગમ તેણીગમ ઘણા રઝળાવ્યા, અને પછી તેઓ જ્યારે કટ્ટી ઝાડીમાં સપડાઈ ગયા ત્યારે તેઓના ઉપર ગામડીયા તથા પહાડી લોક તુટી પડ્યા. આવે વખતે થોડાએક મુસલમાન લોકો શું કરે ? તેઓને નાસવાનો કાંઇ રસ્તો જડે નહી, ચોતરફથી ઘેરાઈ ગયા તેથી તેઓ