પૃષ્ઠ:Karanghelo.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૯૮ )


રહ્યો નહી, તેઓ સઘળા અલફખાંના હુકમથી ઉલટા ચાલીને બધા શેહેરમાં ફરી વળ્યા, અને જે મોટાં મોટાં ઘરો તેઓની નજરે પડયાં તેમાં પેસીને લુંટફાટના કામમાં પડયા.

આગ એ એક મોટી આફત છે તેમાં વળી બાગલાણ જેવી અવસ્થામાં આવી પડેલા શેહેરમાં આગ, એથી તો આડો આંક જાણવો. કેટલાક મરકીના રોગથી પીડાતા તથા ભુખે અધસસતા થઈ ગયલા લોકો જેઓ ઉઠી શકતા ન હતા તેઓ ઘરમાં ને ઘરમાં જ બળી મુઆ. તેઓને કાઢનાર કોઈ મળે નહી. કેટલાએક પોતાના જીવ બચાવી શકે તેવા હતા તેઓ પોતાનાં બઈરાંછોકરાંને તથા ધન દોલતને છોડીને નાઠા, બઈરીઓ તથા છોકરાં જેટલાં નાશી શકયાં તેટલાં બચ્યાં, બાકીનાં આગમાં ફૂંકાઈ ગયાં, કેટલાએક કીમતી દાગીનાની એક નાની પેટી લઈ બહાર નીકળતા તેઓને રસ્તામાં મુસલમાનો પકડતા, તથા તેઓની પાસે જે હોય તે છીનવી લેતા, જે બીચારા પૈસા વગર ખાલી હાથે મળતા તેઓને પકડીને ખુબ માર મારતા અને તેને ઘેર તેઓને લઈ જવાનું તથા દોલત બતાવવાનું તેની પાસથી કબુલ કરાવતા. જેઓ ઘરમાં પડી રહેતા હતા તેઓને પણ મારફાડ કરી દ્રવ્ય કયાં સંતાડ્યું છે તે દેખાડવાની જરૂર પાડતા. જેઓ પૈસા બતાવે નહી, અથવા જેઓની પાસે પૈસા હોય નહીં તેઓને વહેમ ઉપરથી એટલો માર મારતા કે તેથી તેઓ જલદીથી મરણ પામતા. એ પ્રમાણે શેહેરમાં ગડબડાટ થઈ રહી. જે હિંદુ જાય તેને અટકાવી મુસલમાન સીપાઈ કહેતા કે, “કાફર ! પૈસા દેખાડ.” તે વખતે જે તેઓનું મન ન મનાવે તો તલવાર વડે તેના બે કડકા કરી નાંખતા. અલફખાંનો હુકમ કોઈ માનતું ન હતું તેથી તે ઘણો ચીઢવાઈ ગયો. તેનાથી લશ્કરમાં બંદોબસ્ત રાખી શકાયો નહી, એ જ તેના મનને મોટી નામોશી લાગતી હતી. પણ આ વખતે તો તેના મનમાં એક બીજી મોટી ફીકર હતી તેને દેવળદેવીને હાથમાં લેવાની ઘણી જ આતુરતા હતી. આ સઘળી લડાઇનું કારણ જો છેલ્લી વખતે છટકી જશે તો તે ફરીથી હાથ લાગશે નહી; લડાઇ સઘળી વ્યર્થ જશે; પાદશાહ ઘણો કોપાયમાન થશે, અને તેની