પૃષ્ઠ:Karanghelo.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૧૦ )

જેવા મોટા પરોણા અમારા ગરીબ ઘરમાં આવ્યા એ અમારૂં મોટું ભાગ્ય, તથા તેથી અમારું ઝુંપડું પાવન થયું; પણ તેઓની જોઈએ તેવી પરોણાગત કરવાને અમારી પાસે કાંઈ નથી તેથી અમને ઘણી લાજ લાગે છે, અને તેથી મારું મન આકુળવ્યાકુળ થઈ ગયું છે. ભીમદેવ તથા દેવળદેવીએ તેને મીઠાં મીઠાં વચન કહી ધીરજ આપી. આવે વખતે ને આવી જગાએ તેઓએ તેમને રાખ્યાં એ જ તેઓનો મોટો ઉપકાર થયો, અને એ ગુણનો બદલો કોઈ વાર પણ વાળવામાં આવશે, એ રીતે તેને ઘણો એક દિલાસો દીધો પણ જેને પેટમાં દુઃખે તેને માથે ઓસડ ચોપડવાથી શો ગુણ થાય ? એ પ્રમાણે તેઓ બંનેનાં વચન ભટાણીએ સાંભળી લીધાં. પણ તેને નાનપણથી કોઈએ ઉપદેશ કીધો હતો કે રાજાના બોલવા ઉપર ભરોંસો કદી રાખવો નહીં, તેઓ તો “ગરજ સરી એટલે વૈદ વેરી” એવી જાતના લોકો હોય છે માટે ભટાણીને તેઓના બેાલવા ઉપર કોઈ વિશ્વાસ આવ્યો નહી વળી તેનો વિચાર એવો હતો કે નિશ્ચિત વસ્તુ છોડીને જે અનિશ્ચિત વસ્તુ મળવા ઉપર ભરોંસો રાખે છે તેને કેવળ મૂર્ખ જાણવો તેના મનમાં તેના ધારેલા કામમાં કાંઈ મુશ્કેલી લાગતી ન હતી. અને નાસી જઈ બચવા વિષે પણ પૂરી ખાતરી હતી. અરેરે ! માણસની કેવી મૂર્ખાઈ છે ? દુનિયામાં ઘણા ખરા ગુનાહ આ જુઠા વિચારને લીધે જ થાય છે, તે પ્રમાણે ભટાણીના મનમાં આવતું હતું એમાં કાંઈ નવાઈ જેવું ન હતું. જમી રહ્યા પછી સૌ સુવાને ગયાં, અને તેઓને બીજે દહાડે સવારે જલદી કુચ કરવાની હતી તેથી તેઓ સઘળાં વહેલાં સુઈ ગયાં, અને તુરત ઉંઘવાને માટે પછાડા મારવા મંડી ગયાં. ભીમદેવનાં માણસો એકદમ નિદ્રાવશ થઈ ગયાં. ભટ પોતે પણ લાંબા થઈને સુતા, અને નિશામાં ચકચુર થયલા તથી પોતાની વહુની સાથે થયલી સઘળી વાત તેના મગજમાંથી ભુંસાઈ ગઈ અને લેહેરમાં ઉંધી ગયા. છોકરાં સઘળાં સુઈ ગયાં. માત્ર ઘરમાં ત્રણ જણ જાગતાં હતાં. એક તો ભટાણી પોતાના ઓરડામાં એક તલવાર તૈયાર રાખીને બિછાના ઉપર પછાડા મારતી હતી, અને ઘણી જ આતુરતાથી મધ્યરાત્રીના