પૃષ્ઠ:Karanghelo.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૫ )

વ્યથા કરનારને શિક્ષા કરી શકે છે. બ્રાહ્મણ ગમે તેવો અપરાધ કરે તો પણ તેનું શાસન બીજા લોકોના જેટલું નથી. મનુસ્મૃતિમાં લખેલું છે કે, બ્રાહ્મણે ગમે તેવો અપરાધ કીધો હોય તો પણ રાજાએ તેના પ્રાણનો ઘાત કરવો નહી. અપરાધી બ્રાહ્મણને તેના રાજ્યમાંથી કાઢી મુકવો, તેની સઘળી મિલકત પણ રાજાથી જપ્ત કરી શકાય નહી, તથા તેના શરીરને દુઃખ દઈ શકાય નહી. વળી બીજે ઠેકાણે કહેલું છે કે રાજા પૈસા વગર મરી જતો હોય તો પણ વેદ ભણનાર બ્રાહ્મણ પાસેથી તેણે કાંઈ પણ કર વસુલ કરવો નહી.”

ભાટ આ ઉપરની વાત સાંભળીને છક થઈ ગયો. તેણે બ્રાહ્મણની સત્તા વિષે આટલું બધું સાંભળ્યું નહતું. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે, “આ લાડુભટને પરમેશ્વરે તો ઘણો અખતિયાર આપ્યો દેખું, ” અને એ વિચારથી તેના મનમાં એ ભટ લોકો ઉપર અદેખાઈ આવી; પણ તેની સામે શાસ્ત્રનાં વચન કાંઈ તેને માલમ ન હતાં તેથી તે બોલ્યો: “હવે એ વાત તો ઘણી થઈ, હવે રાજાએ શું શું શીખવું જોઈએ તે હું કહી સંભળાવું છું. ધારના રાજાની તેના પૌત્ર ભર્તુહરિ તથા વિક્રમાદિત્યને શું શું શીખવવાની મરજી હતી તે વિષે ભરતખંડનો ઇતિહાસ લખનાર મૃત્યુંજય નીચે પ્રમાણે કહે છે.

“તેણે પોતાના બે છોકરાઓને પાસે બેલાવી તેઓને જે અભ્યાસ કરવાનો હતો તે વિષે સારી શિખામણ આપી અને કહ્યું: “તમારે ઘણો ઉદ્યમ કરી વ્યાકરણ, વેદ, વેદાંત, વેદાંગ, ધનુર્વિદ્યા, ધર્મશાસ્ત્ર, ગાંધર્વવિઘા, જુદી જુદી કળા તથા હાથની કારિગરી, હાથી તથા ઘોડા ઉપર બેસવાની તથા રથ હાંકવાની વિદ્યાનો અભ્યાસ કરવો. બધા પ્રકારની રમત, દોડવું, કુદવું, કિલ્લાઓને ઘેરો ઘાલવે, લશ્કરનાં ટોળાં બાંધવાં, તથા તેઓને તેડવાં, એ સઘળામાં પ્રવીણ થવું, હરેક રાજ્યગુણ મેળવવા, શત્રુની શક્તિનો નિશ્ચય કરતાં શિખવું. યુદ્ધ કરતાં, મુસાફરી કરતાં, મોટા માણસો આગળ બેસતાં, કાંઈ તકરારી વાતમાં તકરાર પ્રમાણે જુદા જુદા ભાગ કરી નાંખતાં, બીજા રાજાઓ સાથે સંબંધ કરતાં, નિરપરાધી અને અપરાધીને એાળખતાં, દુષ્ટને