પૃષ્ઠ:Karanghelo.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૧૪ )

સઘળું થવાને માટે વખત અવશ્યનો છે. કોઇ પણ દુષ્ટ કર્મ કરવા અગાઉ જો થોડો ઘણો વખત મળે તો તે કર્મ થતું બંધ પડવાનો ઘણે સંભવ રહે છે.

પ્રભાતનું પહોર થવાની લગભગ વેળા થઈ. સૃષ્ટિનું રૂપ બદલાવા માંડ્યું. પક્ષીઓ તથા બીજાં પ્રાણીઓ જાગૃત થઈ પોતપોતાને કામે નીકળ્યાં. ગામનાં કુતરાંઓ ભસવા લાગ્યાં, સવારોના ઘોડાએાએ ખંખારવા માંડ્યું અને ભીમદેવનાં સઘળાં માણસો તૈયાર થઈ કુચ કરવાને નીકળ્યાં. ભીમદેવ પણ પોતાના ઘોડા ઉપર સવાર થયો. દેવળદેવી ઘરમાંથી બહાર નીકળી, અને તેને વાસ્તે જે ઘોડો તૈયાર કીધો હતો તે ઉપર તેણે બેસવા માંડ્યું તે વખતે ભટજી હાથ જોડીને ભીમદેવની આગળ ઉભા રહ્યા. આશીર્વાદના મંત્ર ભણ્યા, અને દક્ષણાને માટે આતુરતા દેખાડી. ભટાણી નીચું માથું રાખીને દેવળદેવીની સામી ઉભી રહી. રાતની વાત યાદ આવવાથી ભટાણીથી દેવળદેવીની સામું જોઈ શકાયું નહી. તેને એટલી તો શરમ લાગી કે જો તે વખતે ધરતી માર્ગ આપે તે તે માંહે પેસી જાય. દેવળદેવી તો તે સવારે ઘણી હસમુખી દેખાઇ, અને ઘણા ઉમંગથી ભટાણીને પાસે બોલાવી તેણે જે ચાકરી કીધી તથા આવે વખતે જે પરોણાગત કીધી તેને માટે તેનો ઉપકાર માન્યો, અને રાત્રે જેટલું જ્વેર તેના અંગ ઉપર હતું તે સઘળું એક દાબડામાં ભરી તેને આપી દીધું, અને તેની સાથે એવું વચન આપ્યું કે દેવગઢ પહોંચ્યા અને ત્યાં ઠરીઠામ થયા પછી તેને પણ ત્યાં બોલાવી લઈશ, અને પોતાની પાસે હમેશાં રાખીશ. ભટને પણ સો સેનાની મોહોરની દક્ષણા મળી, અને વળી રાજધાનીમાં ગયા પછી દરબારમાં બોલાવી તેનો જન્મ સુધી ન્યાહાલ કરી નાંખવાની કબુલાત આપી. આવી રીતે તે દુર્ભાગ્ય દરિદ્રી કુટુંબના સુખના સૂર્યનો ઉદય થયો, તેથી ધણીધણિયાણીને જે અતિ આનંદ થયો તેની વાંચનારાઓએ કલ્પના કરી લેવી. જો ભટજી નિશાના અમલથી સદા આનંદી ન હોત તો આ સુખની અકસ્માત રેલ આવવાથી તેનું મગજ ઘસડાઈ જાત, અને છેક ગાંડો થઈ જાત. તેમજ જો ભટાણીનું મન મજબુત ન હોત તો તે જ વખતે તે હર્ષ સનેપાતથી