પૃષ્ઠ:Karanghelo.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૧૬ )

માણસો હતાં તેટલાં લઈ જવામાં કાંઈ નફો ન હતો. એટલું જ નહી પણ ઘણું નુકશાન હતું, કેમકે એટલાં મુઠ્ઠીભર માણસો દેવગઢનો રાજા સહેજે કાપી નાંખશે, એમ તે સમજતો હતો, પાછું જવું એ વિના બીજો રસ્તો ન હતો, પણ એ કેવો દુ:ખદાયક વિચાર ! તેના સીપાઈઓ પણ તેવી જ દિલગીરીમાં ગિરફતાર થયા હતા. તેઓની સઘળી મહેનત છૂટી પડી, અને આટલું દુ:ખ તથા સંકટ વેઠ્યા પછી અપયશનો ગાંસડો બાંધ્યો. કાફર હિંદુઓ તેઓ ઉપર હાથ મારી ગયા એથી તેઓ ઘણા ગુસ્સે થયા. જો પોતાના દીનવાળાઓ સાથે લડતાં હાર્યા હોત તો આટલી ફજેતી ન હતી. તેઓ વારે વારે મુછ ઉપર તાલ દેતા હતા, અને તેઓની ચાલ ઉપરથી “મિયાં પડે પણ ટંગડી ખડી ” એ કેહેવત ખરી પડતી હતી. જ્યારે રાત પડી ત્યારે તેઓનાં જુદાં જુદાં ટોળાં બંધાયાં અને મોટાં મોટાં તાપણાં સળગાવી જુદે જુદે ઠેકાણે તેઓ કુંડાળાં વળીને બેઠા, તએમાંથી એક કુંડાળામાં બે સીપાઈઓ નીચે પ્રમાણે વાત કરતા હતા:–

સોભાનખાં-મિયાં ઇબ્રાહીમખાં ! અલ્લા તમને સલામત રાખે, પણ અલફખાંનું પાણી હવે ગયું, પાદશાહની હજૂરમાં તેણે વક્કર ખોયો. એ રંડી ખરેખર હાથમાંથી છટકી ગઈ, પણ અલ્લાના કસમ, એમાં અલફખાંનો કાંઈ વાંક નથી. તેનાથી જેટલી મહેનત થઈ તેટલી તેણે કીધી. સઘળી વાત ખુદાના હાથમાં છે. તેની એ પ્રમાણે જ ખુશી હશે.

ઇબ્રાહીમખાં – વાત તો સાચી કહી. રંડી હાથમાંથી છટકી તો ગઈ, અને તેમાં અલફખાંનો ઘણો કસુર નથી. પણ તેણે થોડી આપણી પણ મસલત કીધી હોત તો સારૂં. તે પોતાની જ અક્કલ પ્રમાણે ચાલ્યો તેમાં આવાં ફળ નીપજ્યાં. હવે તે પાદશાહને શી રીતે મ્હોં બતાવશે ? પણ એ સઘળું કારસ્તાન પેલા ખોજાનું છે. વધારે કહેવાની શી જરૂર છે ? થોડામાં સમજી લેવું, તેણે પોતાને આબરૂ મળવા માટે આ જંગલમાં એક ભુખડી રાજા ઉપર ચઢાઈ કીધી, અને