પૃષ્ઠ:Karanghelo.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૨૪ )


કેટલીએક વાર સુધી મેદાનમાં ચાલ્યા પછી તેઓ એક સાંકડી ગલીમાં આવ્યાં. આસપાસ બે ઉંચા પહાડ આવી રહ્યા હતા. એ નાળ ઘણી જ લાંબી હતી તેમાં આગળ જતાં તેઓએ થોડેક દૂર ધુમાડો નીકળતો જોયો. પહેલ વહેલાં તો તેઓએ જાણ્યું કે તે કોઈ ગામડું અથવા ભઠ્ઠી કે પજાવો હશે; પણ જરા આગળ ચાલતાં માણસોનું એક ટોળું રસોઈ કરતું હોય એમ તેઓને લાગ્યું. તેઓની પાસે ગયા ત્યારે તેઓ મુસલમાન છે એમ માલમ પડયું. એ મુસલમાનો વેરૂલની ગુફા જોવા જનારા અલફખાંના સીપાઈઓ જ હતા, તેઓએ પણ જ્યારે કોઈ લશ્કર આવતું જોયું, ત્યારે સઘળા રસોઈનું કામ પડતું મૂકીને જાગૃત થઈ ગયા. સૌએ લુગડાં પહેરીને હથિયાર બાંધી દીધાં, અને શું કરવું તેને મનસુબો કરવા લાગ્યા. થોડી વાર તો ત્યાં ગરબડ સરબડ થઈ ગઈ. રસુલખાં, પીરમહમદ, જાફર, બેહેલીમ, વગેરે તરેહવાર નામની બુમ સંભળાવા માંડી. “અલ્લાહુ-અકબર” ની ચીસ કેટલાએકે પાડી. કેટલાએક સ્થિર ઉભા જ રહ્યા, અને કેટલાએક ફક્કડ લબાડ સીપાઈઓએ પોતાની મોટાઈની તથા બહાદુરીની મોટી વાતો કરવા માંડી. તો પણ તે તડાકા મારવાને વખત ન હતો. કાંઈ પણ દૃઢ સંકલ્પ કરવો જોઈએ. તેઓ તે ફક્ત ૩૦૯ માણસ હતાં, અને સામાવાળા તો તેઓને તેથી બમણા ત્રમણા દેખાયા ત્યારે તેઓની સાથે લડવું કે નહી એ વાતનો નિશ્ચય કરવો જોઈએ. કેટલાએકનો વિચાર લડવું નહીં એમ હતો; પણ કેટલાએક જુવાન તુરક મીરજાંઓનાં મનને હિન્દુનો કશો હિસાબ ન હતો, અને તેઓની હરેક લડાઈમાં ખુદા તેમની તરફથી લડવા આવે છે એવો તેઓનો દૃઢ વિશ્વાસ હતો તેથી તેઓના મનમાં ઘણી હિંમત હતી; વળી લડાઈમાં નાસવું એ મોટી શરમની વાત, અને તેમાં કાફર નામરદ હિન્દુઓથી ડરવું, એ તો કાયરનું કામ માટે ગમે તે થાય તોપણ એક તસુભર પાછા હઠવું નહી. “અલ્લા બેલી ને પીર મદદ ” એવું કહી તેઓ હારબંધ દુશ્મનની મુલાકાત લેવાને ઉભા રહ્યા.

આણીગમ ભીમદેવ પણ મોટી ફિકરમાં પડ્યો. તેને તે રસ્તે કોઈ દુશ્મન મળશે એવું તેણે ધારેલું ન હતું તેથી લડવાની કાંઈ તૈયારી