પૃષ્ઠ:Karanghelo.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૩૧ )

જાતને ગુનાહગાર ન ઠેરવત. પણ મેં કરણ રાજા ઉપર વેર પારકા પાસે લેવડાવ્યું એ ઘણું ખોટું કીધું. અને તેથી આ સઘળી ખરાબી થઈ; અને મને પણ શો ફાયદો થયો છે? જ્યાં સુધી અલફખાં ગુજરાતનો સુબો રહ્યો ત્યાં સુધી તો મેં કારભાર ભોગવ્યો, પણ તે વખતે મારી ખરેખરી સત્તા પહેલાંના જેટલી ન હતી. હું હમેશાં ફિકર ચિન્તામાં રહેતો હતો. અદેખાઈને દુશ્મનીનો તો પાર જ ન હતો, મારે તલવારની ધાર ઉપર ચાલવું પડતું. મારૂં આવર્દા કાચા સુતરે લટકાવેલું હતું; અને તે મારી સઘળી દહેશત અંતે ખરી ઠરી. અલફખાં ગયા પછી નવા સુબાએ મારો કારભાર છીનવી લીધો; મારાં ઘરબાર, માલમિલકત સરકારમાં જપ્ત કીધાં; મારી સ્ત્રી થોડું ઘણું દ્રવ્ય લઈને નાસી ગઈ, અને મને એક સાધારણ ગુનાહગારની પેઠે બંધીખાનામાં નાંખ્યો. મેં છૂટવાને ઘણાએ પ્રયત્ન કીધા, તથા મારી હાલતની ખબર પાદશાહને કાને પહોંચાડવાને ઘણીએ તદબીર કીધી, પણ નગારખાનામાં તતુડીનો અવાજ કોણ સાંભળે ? મારી ફરિયાદ કોઈએ સાંભળી નહી; અને છેલ્લે જ્યારે અમલ બદલાયો ત્યારે ખુશામત તથા કાલાવાલા કર્યાથી મારો છૂટકો થયો. મેં ઘેર જઈ પાટણ શહેર છોડી દીધું અને સિદ્ધપુરમાં મારી સ્ત્રી સંતાઈ રહી હતી તેને સાથે લઈ સોમનાથનાં દર્શન કરી હાલ પાછો આવું છું. એ અઘોર પાપ કીધાં તેનો મને હમણાં ઘણો જ પસ્તાવો થાય છે. રાત દહાડો જરા ચેહેન પડતું નથી; માટે હવે કાશીક્ષેત્રમાં જઈ વિશ્વેશ્વરનું રોજ પૂજન કરી ભાગીરથીમાં સ્નાન કરી ત્યાં બાકી રહેલું આવર્દા પૂરું કરવું, એવો મારો મનસુબો છે, એ કામ પરમેશ્વર પાર પાડે, એને હવે પછીના મારા પશ્ચાત્તાપથી તથા તપશ્ચર્યાથી મારૂં સઘળું પા૫ ધોવાઈ જાય. મને ઈશ્વર તરફથી ઘટતી શિક્ષા થઈ છે, તેથી હું જરા પણ તેની સામે ફરિયાદ કરતો નથી. પરમ દયાળુ ઈશ્વર મને ક્ષમા કરે, રામરામ દાદા! કાલ સવારે હું ઈહાંથી જઈશ માટે તમને જે મારે વાસ્તે શ્રમ થયો છે તે માફ કરજો.”

માધવ અને રૂપસુંદરી ત્યાંથી નીકળી મોઢેરા ગયાં અને ત્યાં સાંજરે ધર્મશાળામાં તેઓએ મુકામ કીધો. વાળું કીધા પછી તેઓ