પૃષ્ઠ:Karanghelo.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૭ )

ઉપર બહેડાં ચઢાવી ઘણી રમણિક ચાલથી પોતાના ધણી, સાસુ, નણંદ વિગેરેની વાતો કરતી ચાલી આવતી હતી, સહસ્ત્રલિંગ તળાવ ઉપર બ્રાહ્મણો પોતે નાહ્યા વગર બેસી બીજાઓને નાહવાના પુણ્યનો બોધ કરતા હતા અને તેઓનાં લુગડાં સાચવવાને સારૂ પૈસા લેતા હતા. તળાવમાં આસ્થાથી ઘણા લોકો નાહી ધોઈને સ્વચ્છ લુગડાં પહેરી ચાંલ્લા કરાવી દેવદર્શને જતા હતા, રાતના રાજા ઘૂડ તથા વનવાગળાં સવાર થવાથી કાગડા વિગેરે બીજાં પક્ષિના ધાકથી ઝાડામાં સંતાઈ જવાને ઉડી જતાં હતાં, ચકોર પક્ષિ તેના સ્વામિ ચંદ્રના અસ્ત પામવાથી કોઈ ગુપ્ત જગ્યાએ ભરાઈ બેઠું હતું. ચાર લોકો પોતાની આશા સફલ કરી અથવા તે નિષ્ફળ થવાથી નિસાસો મુકતા ઉતાવળથી પોતપોતાને ઘેર જતા હતા. મુસાફરો ચાલતા ઘોડે અથવા ગાડીમાં બેસીને ખુશીમાં અથવા ચિંતાતુર જતા હતા. રસ્તામાં ધેાબી બળદ લાદીને આનંદથી ગાતા ગાતા ઘાટ ઉપર જતા હતા. કેટલાએક ધનુર્વિદ્યા શીખવાને અથવા તેમાં અભ્યાસ વધારવાને નિશાન મારતા હતા. રજપૂત લોકો શહેર બહાર અથવા કોઈ ખુલ્લા મેદાનમાં પોતાના ઘોડાને ફેરવવા લેઈ જતા હતા. એ પ્રમાણે તે વખતે શહેરમો દેખાવ થઈ રહ્યો હતો.

એ સવારે માધવના ઘરમાં બારીએ માંચી ઉપર એક સ્ત્રી નીચું મ્હોં ઘાલી ચિંતાતુર થઈ ઘણા વિચારમાં બેઠેલી હતી, તેનું લુગડું જથ૨૫થર તથા ચોટલો વીખરાયલો હતો; તેણે શરીરે આછું આછું ઘરેણું ઘાલેલું હતું તેથી તેની નાજુક તથા ખુબસુરત કાંતિની શોભા બદલે તેમાં જુદી જ તરેહનો મોહ દેખાતો હતો. તેનાં અવયવો એવાં નાજુક હતાં કે દાતણવાળો રૂપાનો કળશીયો હાથે ઉંચકી પોતાની પાસે મુકયો તે વખતે તેનો નાજુક હાથ એટલા ભારથી પણ મરડાઈ જશે એવી તેના શત્રુઓને પણ ફિકર લાગે, તે અઢાર વર્ષની ભર જુવાનીથી પ્રફુલ્લિત થયલી હતી, અને તેનું નામ રૂપસુન્દરી તેના રૂપને યોગ્ય જ હતું. પણ તે માધવની સ્ત્રી આ વખતે ચિંતાતુર થઈ શા માટે બેઠી હતી ? આજે સવારે વહેલી ઉઠી ત્યારે તેનો ધણી કાંઈ કામસર ગામ જવાને માટે નીચે ઉતરેલો હતો, તેથી ધારા પ્રમાણે તેનાથી તેનું મ્હોં જોવાયું નહી, પણ તેને બદલે સાવરણી ખુણામાં પડેલી હતી