પૃષ્ઠ:Karanghelo.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૮૫ )

કરવાને જતા હતા. દહેરાં ઘણાં શણગારેલાં હતાં, તથા ત્યાં લોકોની ઘણી જ ભીડ થઈ રહી હતી, એવા એક મોટા નામાંકિત દેવસ્થાનમાં બીજાં બધાં દહેરાં કરતાં લોકોનો વધારે જમાવ થયો હતો, તથા ત્યાં બ્રાહ્મણો ઘણા હોવાને લીધે શોરબકોર પણ પુષ્કળ થઈ રહ્યો હતો. એવામાં ત્યાંથી એક મુસલમાનોનું ટોળું મસજિદમાં જતું હતું, તેઓને આ સઘળે ઠાઠમાઠ જોઈને એટલે તો ગુસ્સો ચઢ્યો, તથા કાફર લોકોના ઢોંગી તથા નાપાક ધર્મને આટલી આબરૂ મળવાથી તેઓને એટલો તો ક્રોધ ચઢ્યો કે તેઓએ સઘળા હિંદુઓના દેખતાં તેઓના દેવને ઘણી ગાળ દીધી, તથા કેટલાએક બ્રાહ્મણને ડાંગવતી માર્યા, હજી હિંદુઓ છેક નિર્બળ ભાજીખાઉ થઈ ગયલા નહતા, તેઓમાં હજી શૂરાતન બાકી રહેલું હતું, તેથી આ ગાળો, દેવને અપમાન, તથા ડાંગનો માર તેઓ ઢોરની પેઠે ધીર રાખી ખમી રહ્યા નહીં. તેઓમાંથી કેટલાએક, મુસલમાનો ઉપર તુટી પડ્યા. અને ત્યાં સારી પેઠે મારામારી થઈ. મુસલમાનો થોડા, અને હિંદુઓ ઘણા, તેથી મુસલમાનોનું કાંઈ ચાલ્યું નહી, તેઓએ ઘણો માર ખાધો, અને બે ત્રણ જણ મરવા જેવા થઈ ગયા. શહેરમાં આ લડાઈની બુમ ચાલી, મુસલમાઓ ગલીએ ગલીએ તથા ચકલે ચકલેથી તથા મસજિદોમાંથી હથિયારબંધ દોડી આવ્યા, તેમ જ હિંદુઓનો પણ ઘણો જમાવ થઈ ગયો. શહેરમાં સઘળાએાએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં, તથા હવે શું થશે એ વાતની તેઓ ભારે ફિકરમાં પડ્યા, લડાઈ તો ભારે ચાલી, લાકડી, તલવાર, ખંજર, પથ્થર, ઘરનાં નળીયાં, વગેરે જે જે હથિયાર લોકોના હાથમાં આવ્યાં તે લઈને લડવા લાગ્યા. ત્યાં ઘણો જ ગડબડાટ થઈ રહ્યો. હિંદુઓ તથા મુસલમાનો સેળભેળ થઈ ગયા; અને જેને દાઢી હોય તેને હિંદુઓએ અને દાઢી વગરના હોય તેને મુસલમાન લોકોએ દયા લાવ્યા વિના ઘણો જ માર માર્યો, બંને તરફના ઘણાએક માર્યા ગયા; કેટલાએક મરણતોલ જખમી થયા; કેટલાએક થાકીને ભોંય ઉપર પડ્યા, તેઓ લોકોના પગ તળે છુંદાઈને મરણ પામ્યા. લડાઈનો શોરબકોર,ઘાયલ તથા મરતા માણસોની ચીસાચીસ, તથા બીજાઘણીએક