પૃષ્ઠ:Karanghelo.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૯૨ )

નહી; બઈરાંછોકરાં વગેરેને કેદીઓ પાસે આવવા દીધાં નહીં. તેઓ આઘેથી રડારડ કરતાં હતાં, તથા બીજી ઘણીએક રીતે તેઓનો શોક બતાવતાં હતાં, તે જોઈને મુસલમાનોને ઉલટો આનંદ થતો હતો અને તેઓ તે કેદીઓ ઉપર તથા તમામ હિંદુઓ ઉપર ગાળોનો વરસાદ વરસાવતા હતા, એ ગાળો તથા અપમાન અને પોતાનાં પ્યારાં સગાંઓનો વિલાપ સાંભળીને તે બિચારા કેદીઓનાં અંતઃકરણ વીંધાઈ જતાં હતાં; પણ લાચાર, શું કરે ? માટે તેઓ ખરા દિલથી પરમેશ્વર પાસે એટલું જ માગી લેતા હતા કે તેઓનું મોત જલદીથી આવે, તથા તેઓના શત્રુઓ જેઓ માણસના આકારે રાની હિંસક પશુના જેવા નિર્દય હતા તેઓનાં સસ્ત્રમાં વધારે શક્તિ આવે.

મુખ્ય કોટવાલે ઈશારત કીધી એટલે તે બિચારા નિરપરાધી હિંદુઓ ઉપર પથ્થર, ઈંટ વગેરે હરેક ફેંકી શકાય એવી વસ્તુઓનો વરસાદ વરસ્યો. એ વૃષ્ટિમાંથી કોઈ ઘણીવાર સુધી જીવતો રહે એવી તો આશા થોડી જ હતી. કેટલાએકનાં માથાં ચીરાઈ ગયાં, કેટલાએકની છાતી ભાંગી ગઈ કેટલાએકનાં શરીરના બીજા ભાગ છુંદાઈ ગયા. એ પ્રમાણે તેઓની દુર્દશા થઈ લોહી તે ઠેકાણે વહેવા લાગ્યું. થોડાએક તે તત્કાળ મરણ પામ્યા; કેટલાએક હસહસતા થઈ ગયા; કેટલાએક બેભાન થઈ ગયા, અને જેઓમાં થોડી ઘણી શુદ્ધિ રહી તેઓ અતિશય દરદને લીધે ચીસાચીસ પાડવા લાગ્યા. જીન્દગી અને મોતની વચ્ચે આ લડાઈ ઘણીવાર સુધી પહોંચી નહીં, થોડીવારમાં એક પછી એક મરવા લાગ્યા, અને આસરે એક કલાક પછી પથરાઓ મુડદાં ઉપર પડવા માંડ્યા. આ ભયંકર કામ થઈ રહ્યા પછી તે સઘળાને એક જલ્લાદે તપાસ્યા. અને તેઓમાંથી જીવને અંશ જતો રહ્યો છે એવી ખાતરી થવા ઉપરથી તેઓને ખોદી કાઢ્યા. તે વખતે તેઓનાં સગાંવહાલાંઓએ તેઓની લાશ લેવાને અને પોતાના ધર્મ તથા સંપ્રદાય પ્રમાણે તેઓને અવલમંજલ પહોંચાડવાની રજા માગી, પણ વજ્ર હૃદયના મુસલમાન અમલદારે એટલી પણ તેઓના ઉપર દયા કીધી નહી, તેઓએ ખુદાતાલાના માનીતા મુસલમાન લોકોને માર્યા