પૃષ્ઠ:Kathagutch.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
ના,મ્હારે ત્હમારી દેવી નથી બનવું.


આંખ્યા મારે હાથે ગઈ એજ માત્ર મ્હને અન્ધાવસ્થામાં સુખ છે દિલાસા છે, જ્હારે પૂજાનાં કમળ ખૂટી ગયાં ત્હારે રામચંદ્રજી પેાતાનાં નેત્રકમળ ઉખેડીને દેવતાને ચ્હડાવતા હતા. હૅ મ્હારી દૃષ્ટિ મ્હારા દેવતાને સ્ફુડાવી દીધી. હમારી નજરમાં કોઇ સારી ચીજ આવે ત્હારે મ્હને કહેજો: હમારા નેત્રાના પ્રસાદ જાણી હું હેને પાસે રાખીશ. ” આટલી બધી વાત હું કહી શકતી નહાતી. માંથી આટલી બધી વાત એક સાથે નીકળે પણ કેમ ? ઘણા દિવસ મ્હે એ વાતેા વિચારી રાખી હતી. ત્હારે કદાપિ ચિત્ત લીન થઈ જતું, ભક્તિનું તેજ ક્ષીણ થઇ જતું, જ્હારે હું પેાતાને દુઃખી અભા- ગિની સમજીને કલેશ કરતી, ત્યારે હું પેાતે મ્હારા મનને એજ રીસે સમજાવ્યા કરતી. એ શાન્તિ, એજ ભક્તિના આશ્રય લઇ મ્હારા આત્માને એ દુઃખની અવસ્થામાં પણ ઉંચા કરવાને પ્રયત્ન કરતી. આજ કાંઈક કહીને, કાંકિ ચૂપ રહીને, કાઇ પણ પ્રકારે મ્હે મ્હારા ભાવ પતિને સમજાવી દીધું. હેમણે કહ્યું “મૂર્ખતાથી મ્હે હારૂં જે નુકશાન કર્યું છે તે તે લાવી શકાય એમ નથી. અનેશે હાં સુધી, આંખ્યુંની ખાટ પૂરી પાડવા, હું હારી પાસે તે પાસેજ રહીશ.’ હે કહ્યું:—“ એ વાત ઠીક નહિ. મ્હારે માટે હમે હમારા ઘરને આધળાંની ઇસ્પીતાલ બનાવા એવું કાંઇ હું કેાઈ દિવસ ખનવા દેઉં નાહ. હમારે ક્રીથી લગ્ન કરવું પડશે.’ ફરીથી લગ્ન કરવું આવશ્યક છે એમ વિસ્તારપૂર્વક કહેતાં મ્હારૂં ગળુ રૂંધાવા લાગ્યું. ઉધરસ ખાઇને ગળું સાફ્ કરીને આગળ મેલવા જતી હતી, એટલામાં મ્હારા પતિ મ્હાટા વેગથી ખાલી ઉઠ્યા “હું મૂઢ છું, હું અહંકારી છું, પરન્તુ હું નીચ નથી. મ્હે મ્હારે હાથે હતે આંધળી કરી, અને પછી હુંજ હને છેડી દઇને ખીજી વાર 7