પૃષ્ઠ:Kathagutch.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
કથાગુચ્છ.


મ્હારા આ વિશ્વવ્યાપક અન્ધકાર મ્હારે જ ઉઠાવવા જોઇએ. હે સનમાં નિશ્ચય કર્યું કે મ્હારી આ અનન્ત અંધતાથી પતિને મ્હારી સાથે ખોંધી નહિ રાખું. મ થેાડાજ સમયમાં મ્હે શબ્દ, ગન્ધ, સ્પર્શથી જરૂરી કામ શીખી લીધું. એટલે સુધી કે ધરનું ઘણુંખરૂં કામ પહેલાં કરતાં પણ વધારે નિપુણતાથી હું કરવા લાગી. હવે મ્હને અનુભવ થયા કે દૃષ્ટિ મનુ- અને જેટલી સહાયતા આપે છે, તેટલી જ હેને દુષ્ટ બનાવે છે. જેટલું જોવું જોઈએ, જેટલું જોવાથી કામ સારૂ થાય છે, હેના કરતાં આંખ્ય વધારે જુએ છે. બ્હારે નેત્ર અધું કામ કરે છે ત્હારે કાન આળસુ અની જાય છે. જેટલું સાંભળવું જોઇએ હેના કરતાં એ થોડું સાંભ- ળવા લાગે છે. ચંચળ નેત્રે ન હાવાથી હવે મ્હારી ખીજી ઇન્દ્રિ પાતાનું કામ સારી રીત્યે કરવા લાગી. હવે હું મ્હારા પતિને મ્હારૂં કામ કરવા દેતી નહોતી. અને પહેલાની માફક હું પેાતે એમનું કામ કરતી હતી. સ્વામી કહેતા કેઃ તું મ્હને પ્રાયશ્ચિત્ત કરતાં રાકી રહી છું.” હું કહેતી કે “ હમારે પ્રાયશ્ચિત્ત શું કામ કરવું જોઇએ તે હું સમજતી નથી. હું મ્હારા પાપને ભાર શું કામ વધારૂં ? ” એ ગમે તેમ કહે, પરન્તુમ્હારે ન્હેં એમને આ પ્રમાણે રજા આપી દીધી હઁારે હેમને આનંદ તે અવશ્ય થયા. આંધળી સ્ત્રીની જન્મ પર્યન્ત સેવા કરવી એ પુરૂષનું કામ નથી. મ્હારા સ્વામી દાક્તરની પરીક્ષામાં પાસ થઈ ગયા. હવે એ મ્હને પેાતાના ગામમાં લાવ્યા. ગામમાં આવતાં ને લાગ્યું કે જાણે હું માના ખેાળામાં ખેઠી છું. બાલ્યાવસ્થામાંથી જ મ્હને શહેરમાં મેક- લવામાં આવી હતી. એ વાતને આજ એટલા બધા દિવસ થઈ ગયા હતા કે જન્મભૂમિ માત્ર મ્હારા હૃદયમાં છાયા જેવી જ હતી, જ્હારે