પૃષ્ઠ:Kathagutch.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
શારદાચરણનું ભોપાળુ.



દિનપરદિન શારદાચરણની શારીરિક અવસ્થામાં સુધારા જણાવા માંડચે.. હેની ખાંસી લગભગ નાબુદ થઈ ગઈ. સુખની પ્રીકાશ સ્ટી જઈ તે લાહી આવવા માંડયું. આંખના ખાડા પૂરાઈ ગયા, અને માંસ આવવા લાગ્યું. આ બધું જોઈને હું આલ્પાદિત થયુ. મ્હારી સ્ત્રી પણ એના ઉપર ધણી પ્રસન્ન થઈ. હવે એ ઘણી વાર શારદાને મેલા વીને કામકાજ સોંપવા લાગી, નોકર ચાકરાના ઉપર વિશ્વાસ રાખીને જે ચીજ–વસ્તુ ન મંગાવાય એવી હોય, તે ખરીદવા શારદાને માકલતી. વૈશાખ વદ ૧૨ તે દિવસે એક મિત્રને ત્યાં વિવાહમાં અમને આમત્રણ હતું. ત્યાં આગળ મેડી રાત સુધી રહેવું પડે એમ હતું. કારણ કે વિવાહ થઈ રહ્યા પછી નાટકના ખેલ હતા. નોકર ચાકરાને કહી રાખ્યું હતું કે ઘેર પાછાં આવતાં રાતના બે વાગશે. શારદાચ- રણને મ્હેં કેટલાક દિવસથી મ્હારાં કાયદાનાં પુસ્તકની લાઈબ્રેરી ગોઠવવાનું કામ સોંપ્યું હતું, તેથી જતી વખતે એને કહ્યું, ' આજ લાઇબ્રેરીવાળા હાલમાં સૂઈ રહેજો. જરા ખબરદાર રહેજો.’ એણે કહ્યું “ હુને કહેવાની શી જરૂર છે? જ્હાં સુધી આપ પાછા નહિ આવે ત્હાં સુધી હું અહિં જાગતા રહીશ. અને તે ખરેખર જાગતા રહ્યા. હૈની પાછળથી ખાત્રી થઈ! હમે પાછાં આવ્યાં ત્યારે રાતના ત્રણ વાગ્યા હતા. મ્હારી સ્ત્રી કપડાં અઠ્ઠલવા પાસેના એરડામાં ગઈ. શયનગૃહનાં દ્વાર ઉઘાડતાં મ્હે જે દેખાવ જોયા, તેથી મ્હારાં ચક્ષુ સ્થિર થઈ ગયાં. . મ્હાટી તીજોરીની પાસે શારદા ખેઠા છે. આસપાસ કેટલાંક ચાંદીનાં વાસણા પડયાં છે. વાસણનું કબાટ ખુલ્લું છે! મ્હને જોતાં- વારજ શારદાચરણ- ખ ખા, ખા ખા ' કહીને ખૂમ રાવા લાગ્યા. .