પૃષ્ઠ:Kathagutch.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
કથાગુચ્છ.


રહી. હેના શાકના પાર રહ્યા નહિ. હૈની છાતી ઉપર મ્હોટા પત્થર આવી પડ્યા હોય એમ લાગ્યું. હેની વિચારમાળા ફરીથી જાગૃત થઈ. હા આખરે એમ જ છે. તેમને પૈસાની જ ગરજ હતી. મ્હારે માટે રહેમણે કાઇ દિવસ દરકાર રાખી નથી. ના ના પણ કદાચ, હૈના ચિત્તમાં આશાના કાંઈક અકુરા સ્ફુર્યાં. ‘ પૈસાની હેમને ઘણીજ જલદીથી જરૂર હશે. અને તેટલા માટે જ હેમણે મ્હારા તરફ આવે ઉમ્બંખલ વર્તાવ શરૂ કર્યાં હશે. મ્હારા બાપે પૈસા આપવાનું કહી હેમને છેતર્યાં એ તે ખરેખર ખાટું જ કર્યું છે. પણ હવે શું કરું ? હું ખાપાજીને લખુ ? ના પણ એમ તે હું કાઈ દિવસ કરવાની જ નહિ, મારૂં હલકું દેખાય,’ સરસ્વતીએ સર્વે માથું ઉંચું કર્યું. મ્હારા પતિ વસ્તુતઃ મ્હારા ઉપર પ્રેમ રાખતા જ હોય તે હેમણે હુને આ વખતે પણ વળગી રહેવું જોઇએ. અને ગમે તેમ કરીને હમે બન્ને આ મુશ્કેલીમાંથી, આક્તમાંથી પાર ઉતરીશુ. પૈસાની ખાતર હેમને ખીજી વાર પરણવું હોય તે ભલે પરણે. મ્હારૂં હૃદય વિદીર્ણ થઇ જશે. હું ભગ્નાશ થઇશ પણ સુખે દુ:ખે તે સહન કરીશ. ગમે તેમ પણ હું એ સંબંધમાં વધારે ખખડવાની તા નથીજ. જે થવાનું હશે તે થશે. પ્રભુના જ આધાર છે.’ કેટલાક દિવસે એમ ને એમ વીતી ગયા. પતિ પત્નીને સંબંધ આમ થતા ગયા, પરન્તુ પેલા પૈસાની વાત કરીથી એટલા દ્વિવસેામાં કાઈ વખત નીકળી નહિ. ત્યાર પછી ધણું દિવસે એક વખત હેતે પતિ સરસ્વતી આગળ આવી કહેવા લાગ્યા. પેલા પૈસાની વાત મ્હે તને કહી હતી એ બધી ખરી છે. હારા આપના પૈસા હવે મ્હને કદાપિ મળવાના નથી. પણ હુ હવે એક વધારે પ્રસંગ હારૂં નશીબ અજ માવવાને આપું છું. હુને હમણાં જ ખબર મળી છે કે મ્હારા આપ ઘણા માંદા છે. મ્હારા ત્રણ ભાઇ હેમની પાસે જાય છે માટે હું