પૃષ્ઠ:Kathagutch.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
કથાગુચ્છ.


દીધું અને મંદ સ્વરે વાતચીત કરવા લાગ્યાઃ-સરસ્વતી હું ત્હને હમેશાં પ્રેમની દૃષ્ટિએ જોતા હતા, પરન્તુ તું જાણે છે કે હું મૂળથીજ દુર્બળ ચિત્તતા હતા. નિર્ધનતા મ્હારાથી સહન થઈ શકી નહિ, અને પૈસા વગર રહેવા કરતાં હને દૂર કરવી એ મ્હે પસંદ કર્યું. પરન્તુમ્હારા પ્રેમ સદૈવ ત્હારા ઉપરજ હતા. પરન્તુ જ્યારે હું મારા માપના આગળ મારી જુગારની અને દેવાની વાત કબુલ કરી ત્યારે હું ધણા ગુસ્સે થયા. પરંતુ વસ્તુતઃ હારા એ ઉત્તમ આચરણથી હારા પ્રતિના મ્હારા સ્નેહ વધતા ગયા. લેાભને લીધે હું આંધળા અની મ્હારા દુષ્ટાચરણામાં પ્રવૃત્તજ રહ્યા. તું મ્હારી પાસેથી ગઇ હારે જ મને હારી ખરી કિંમત જણાઇ. જ્યારે હું ત્હારી પાસે આવ્યેા અને હને પાછા આવવાનું કહ્યું, ત્યારે હું ખરા અંતઃકરણથી આવ્યા હતા. જો કે હને તે! એમ જ લાગ્યું હશે કે હું પૈસાને માટે આવ્યેા હતેા, પરન્તુ એ ધન હૈ મ્હને માકલાવ્યું એવું ને એવું આ પડી રહ્યું છે. મ્હે' હેને સ્પર્શ પણ નથી કર્યું. જો કે મ્હારે હેની ધણી જરૂર હતી. વ્હાલી ! દેવી ! હવે તું મ્હને ક્ષમા આપીશ.” ગૃહદેવીએ ક્ષમા આપી. પરન્તુ હેનું મૃત્યુ ન થયું. સરસ્વતી અને રિરાવ ખન્નેએ ઘણાં વર્ષોં સુધી સુખી જીવન ગાળ્યું. હેના પ્રભાવથી હરિરાવને દુળ, અસ્થિર પરન્તુ સુશીલ સ્વભાવ બદલાય. જે વખતે હરિરાવ હેના પ્રેમને જરાએ પાત્ર ન હતા, તે સમયે પણ સરસ્વતીને હેના પ્રતિભાવ અસ્ખલિત હતા, હેનું શું કારણ હશે? સ્ત્રી જાતિને પ્રેમ અગમ્ય છે. સમાસ