પૃષ્ઠ:Kathagutch.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કથાગુચ્છ


ઠીક, હવે મ્હારી કથા સાંભળો, હું કહી ચુક્યો છું કે લંડનમાં ઘણા સાહેબો અને મડમોની સાથે મ્હારે પરિચય થઈ ગયો હતો. તેમાં હાર્વી નામના એક ઈન્જીનીયર સાહેબ સાથે મ્હારે ઘણી મિત્રતા થઈ ગઈ હતી. એ ગોરો અંગ્રેજ અને હું કાળો ભારતવાસી, પરન્તુ હમારા બન્નેમાં એ વાતને લીધે રજ માત્ર અન્તર નહોતો. હાર્વી સરકારી નોકર હતો. કેટલાક દિવસો પછી મ્હને ખખર મળી કે એની કાકી મરી ગઈ. કાકીને કોઈ છોકરૂં છૈયું હતું નહિ. તેથી ત્હેનો બધો વારસો-માલ મીલકત-હાર્વીનેજ મળી. હાર્વીએ પણ તરતજ નોકરી છોડીને કાકીના ઘરનો રસ્તો લીધો. જતી વખત મ્હને કહેતો ગયો કે જો ભાઈ, પરીક્ષા થઈ ગયા પછી રજાના દિવસોમાં જરૂર મ્હારે ઘેર આવજે, ઓછામાં ઓછું દસ પંદર દિવસ મ્હારે ઘેર ત્હારે રહેવું પડશે.’ મ્હેં ત્હેના નિમન્ત્રણનો સ્વીકાર કર્યો અને પૂછ્યું કે ત્હારો સ્વભાવ જ ઘણો પરિશ્રમી છે. હવે તો ત્હારી પાસે કાંઈ કામ તો છે નહિ. ઘેર જઇને શું કરીશ ?” મ્હારા મિત્રે જવાબ દીધો “કેમ ? કામની કાંઇ ખોટ છે ? બીજાને માટે કાંઈ કામ કરવાનું નથી એટલે શું દિવસો આળસમાંજ ગાળવા પડશે ? નહિ. જરૂર નહિ. તું મ્હારે ઘેર આવીશ ત્ય્હારે ત્હને માલૂમ પડશે કે હું મકાનને કળોથી કેવી રીત્યે સજાવું છું.” હાર્વી મ્હને શેકહેન્ડ કરી ચાલી ગયેા.

ધીમે ધીમે સાત આઠ મહિના જળપ્રવાહની માફક નીકળી ગયા. પરીક્ષા પણ થઈ ગઈ. બરોબર એજ વખતે હાર્વીનો પત્ર આવ્યો. ઘણા માન અને આગ્રહ સાથે એણે ફરીથી મ્હને આમન્ત્રણ કર્યું. હું પણ આખરે એક દિવસ પેાર્ટમેન્ટોમાં કપડાં લત્તાં ભરીને, રેલગાડીમાં બેસીને હાર્વીને મળવા ગયો. હાર્વીનું ઘર લંડનથી ચાલીસ માઈલને છેટે છે. એ મ્હને લેવા સ્ટેશન ઉપર આવ્યો હતો. અને મ્હને જોઇને બહુ ખુશી થયો. હમે બન્ને એની ગાડીમાં બેશીને ઘર તરફ ચાલ્યા.