પૃષ્ઠ:Kathagutch.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કથાગુચ્છ.

લોઢાના પતરાની સાથે વીજળીના બે તાર લાગેલા છે. એ તારોએ તબેલા અને નોકરોની ઓરડીની ધંટડી વગાડી. લોઢાની ચાદરો જ્ય્હારે નીચી નમી ગઈ તે વખતે બે ઘંટડીઓ વાગી, અને એ લોકોએ જાણી લીધું કે આપણે ત્ય્હાં કોઈ આવ્યું છે.

મ્હેં કહ્યું ‘એ તો બહુજ સારૂં. ત્યારે ત્ય્હાં આવીને કોઈ ને ખોટી જ ન થવું પડે.’

હમે ઘરની અંદર ગયા. હાર્વીની બહેન પાસેની એક ઓરડીમાં હતી. હમને જોઇને એ હમારી પાસે આવી. હાર્વીએ ત્હેને મ્હારો પરિચય કરાવ્યો. મીસ હાર્વીને જોયાથી એમ માલૂમ નહોતું પડતું કે એ હાર્વીની બહેન છે. ત્હેની ઉમર આશરે પચાશ વર્ષની હતી. ત્હેનામાં સ્રીજાતિની કોમળતા જરાએ નહોતી. યથાસાધ્ય મધુર સ્વરે ત્હેણે પૂછ્યું, ‘મહાશય, આવતાં રસ્તામાં આપને કાંઈ અડચણ તો નહોતી પડી ને ?’ આવી રીત્યે એ ચાર વાતો પૂછ્યા પછી ત્હેને કોઇ કામ યાદ આવ્યું અને એ ત્યાંથી ચાલી ગઈ.

ઉપર જવાના દાદરની ડાબી બાજુએ મ્હેં જોયું કે, એક મ્હોટા લોઢાના સળીઆને લોઢાનાં ન્હાનાં ન્હાનાં ઘણાં શીંકાં વાંકાં વાંકાં ટાંગેલાં છે. દરેક શીકામાં એક એક બ્રશ હતું. એ કળનો પ્રયોગ સમજમાં ન આવવાથી મ્હેં પૂછ્યું ‘ભાઈ, હાર્વી ! આ શું છે?’

હાર્વી— ‘શું આ? એ બ્રશ–સાફ કરવાની કળ છે. આવ, હું ત્હને સમજાવી દેઉં. આ જો, જમીનથી એક ફૂટ ઉંચે એક પુલપીટ–ચબુતરો છે, ત્હેના ઉપર એક સ્ટુલ છે. ત્હેના ઉપર ઉભા રહેવું પડે છે. ઉપર ઉભા રહેતાંની સાથે જ એ સ્ટુલ નીચે ઉતરવા લાગે છે. અને ઉતરતી વખતે ઘડીયાલની માફક અન્દરનાં અનેક ચકરોને ચલાવે છે, એથી બ્રશવાળાં શીંકાઓ ફરી ફરીને ત્હમારા કોટ, પાટલુન, વિગેરે બધું સાફ કરી નાંખે છે. પરંતુ ટોપી સાફ કરવાનું બ્રશ જે