પૃષ્ઠ:Kathagutch.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજ્ઞાન અને વિજ્ઞાન

સૈાથી ઉપર છે એ ઘણું મઝાનું છે. જો, એનો આકાર વચમાંથી બે ભાગ પાડેલી હેટ (ટાપી) ની પેટીના જેવોજ દેખાય છે.’

મ્હેં કહ્યું : ‘વિલક્ષણ છે, અદ્ભુત છે, એકવાંર એના ઉપર ચઢો તો ખરા.’

હાર્વી સાહેબ જઇને એ સ્ટુલ ઉપર ઉભા થયા. ચઢતાંવાંત જ બધા બ્રશો ફરી ફરીને ત્હેના શરીર ઉપરના બધાં વસ્ત્રો ઝાડવા લાગ્યા. પરન્તુ ઉપરવાળુ ટોપીનું બ્રશ એમને એમજ રહ્યું. જ્ય્હારે નીચેના બ્રશોનું અડધું કામ થઈ રહ્યું ત્ય્હારે ઉપરનું બ્રશ નીચે ઉતરી આવ્યું. અને જલદી જલદી ગોળ ફરીને દસ બાર ચક્કરમાં માથા ઉપરની ટોપીને સાફ કરી પોતાની જગ્યાએ જતું રહ્યું.

હાર્વીએ ઉતરીને કહ્યું ‘કેવું મજાનું યંત્ર છે? આવ, તું પણ ત્હારાં વસ્ત્ર સાફ કરાવ.’

મ્હેં કહ્યું ‘ના, ના, હમણાં રહેવા દો.’

હાર્વી— ‘ત્ય્હારે ઠીક, ઉભા રહો, હમણાં હું ખબર કહાડું છું કે જમવાની કેટલી વાર છે.’

હાર્વીના ગયા પછી મ્હેં એ સાફ કરવાનું યંત્ર જોયું. મનમાં એમ પણ થયું કે એ કેવી રીર્ત્યે ચાલે છે, એ એક વખત હું પણ જોઉં. ચારે તરફ મ્હેં જોયું તો ઓરડામાં કોઇ હતું નહિ. હું સ્ટુલ ઉપર ચડી ગયો. બધા બ્રશ્ સારી રીત્યે ફરીને મ્હારા વસ્ત્ર સાફ કરવા લાગ્યા અને ટોપીનું બ્રશ—અરે બાપ રે! આ શી આપત્તિ આવી પડી ! હાય ! મ્હારા તા પ્રાણ નીકળા ગયા.

મ્હારા માથા ઉપર ટોપી નહોતી એ વાતતો હું ભુલીજ ગયો હતો. ટોપીના બન્ને બ્રશે મ્હારૂં મ્હોં પકડી લીધું. અંદરના બન્ને ચીપીઆ વડે મ્હારા કાનને અચ્છી રીતે પકડીને એ મ્હારા મ્હોંની ચારે તરફ કરવા લાગ્યા. મ્હને લાગ્યું કે નાક ઉપર ચામડી રહેવાની