પૃષ્ઠ:Kathagutch.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
અજ્ઞાન અને વિજ્ઞાન.


લાગશે. `હાથની નસે એટલી બધી નકામી થઇ જશે કે 'હેનામાં ઉઠવાની શક્તિ પણ નહિ રહે. તેથી ઉલાળા પકડીને જ ઉભા રહેવું પડશે, આખરે હું આવીને જ કલને બંધ કરી દઇશ. . મ્હેક કર્યું એતે ઠીક ! પણ જો હને એ વાતની ખબર ન પડે તા બિચારા ચારને રાતભર દુઃખ ભોગવવું પડે. . હાવી:——હારી ઓરડીમાં એક ધંટડી છે. ઉલાળા પકડતાંની સાથેજ એ વાગવા લાગે છે.’ રાત વધારે પડી ગઇ. હમે સૂવા ગયા. હાર્વીએ મ્હારી એર- ડીના દ્વાર સુધી આવીને ગુડ નાઇટ ( રાતની સલામ ) કહ્યું. જતી વખત કહેતા ગયા કે કોઇ વાતની જરૂર હોય તેા હુને તારમાં કહેજો. C ‘ હું. પથારી ઉપર જઇ સૂઇ ગયા. થોડીજ વખતમાં ઉંધ પણ આવી ગઈ. સ્વમમાં હું એવું દેખવા લાગ્યા કે જાણે રેલ ગાડીમાં બેસીને કાંઇ જઇ રહ્યો છું. એન્જીનની સીસુટી વાગી રહી છે. એ સીસુટી સાંભળતાંજ હારી ઊંધ ઉડી ગઇ. જોયું તેા હાર્વી સાહેબ ટેલીફેનની નળીમાં સીટી વગાડી રહ્યા છેહે પુછ્યું શી ખબર છે ? ' જવાબ મળ્યો કે “ ખાસ કાંઇ નહિ. કોઈ વાતનું કષ્ટ તા નથી તે ? હું કહું છું કે હવારે નવ વાગે આપણે ભોજન કરીશું.’ મ્હે જરા ક્રોધમાં કહ્યું ' અત્યાર સુધી કાંઇ દુઃખ નહેાતું. હમે મારી ઉંધ અગાંડી, હવે મ્હને ન જગાડતા. ન જગાડતા ’ તા કહ્યું પરંતુ ઉંધ આવે તેા કેાઈ જગાવે ને ? ! નિદ્રા તા હવે આવતી જ નથી. ઘણા વખત સુધી પથારી ઉપર પડયા પડયા પાસું ખલતા રહ્યા. પરન્તુ ઉંધ ન જ આવી, ત્હારે મ્હે વિચાર કર્યાં કે ‘ હાર્વીએ મ્હને જેવા હેરાન કર્યો તેવા હું પણુ વ્હેને છેડી જોઉં. ' ટેલીફેશનની નળી હાથમાં લઇ સીટી વગાડી. હેમાંથી ઝટ ઉત્તર મળ્યા શું છે?’ મ્હે' કહ્યું મ્હને ઉંધ નથી આવતી. હમે મ્હારી પાસે આવે, નહિ ' -