પૃષ્ઠ:Kathagutch.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
ન્હાની વહુ.


આજ અમાવાસ્યાના દિવસ છે. આજ પ્રયાગરાજમાં ત્રિવેણી તટ ઉપર વાલુકાએ જાણે સજીવતા પ્રાપ્ત કરી છે. રેતીના પ્રત્યેક કણનું આજે મનુષ્યદેહમાં રૂપાન્તર થયું હેાય એમ લાગે છે. નદીને કાંઠે સેકડા દુકાનેા મડાઈ છે. વેચનાર અને ખરીદનારના કલરવથી કાન હેરા થઇ જાય છે. એક તરફ સાધુઓની કુટીરા આંધવામાં આવી છે; અનેક સાધુએ–આવાએ ન્હાના ન્હાના તબુ, રાવડી કે મ્હોટી છત્રીએ ટાકીને ધૂણી તાપતા ખેઠા છે. પ્રયાગ, ભારતવર્ષમાં તીર્થરાજના નામથી ઓળખાય છે. કહેવાય છે કે, આર્મન માના પ્રપચથી પીડા પામીને, ભાર્યાં સીતા અને બ લક્ષ્મણુજી સાથે મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામચન્દ્રજી વનવાસે નીકળ્યા હતા ત્હારે હેમના પવિત્ર ચરણેા પ્રથમ આ તીર્થમાંજ પડયા હતા. ભારતવષૅમાં સાધુસંતાના જેટલા સંપ્રદાય છે તેટલા બધા આ પૂર્ણ કુમ્ભને પ્રસંગે પ્રયાગરાજમા એકત્રિત થયા છે. ૨૫ ધન્ય હિન્દુ જાતિ ! હારા ધર્મ વિશ્વાસને ધન્ય છે ! ભર શિયાળામાં, જે સમયે લાકા પથારીમાંથી ઉઠવાનું કે રૂની રજાઈ અથવા કાનપુર કે ધારીવાલની બ્લેન્કેટ-ગરમ કામલી–માંથી મ્હોં પણ ઉચું કરવાનું સાહસ ન કરે તેવે સમયે, બ્રાહ્મ મુહૂર્તમાં ખરફ્ જેવા શીતળ જળમાં લાખા હિન્દુઓ જરા પણ શરદી લાગી જવાની કે ન્યુમેનિયા થઇ જવાની શકા આણ્યા વગર, પ્રસન્ન વદને સ્નાન કરે છે. ધન્ય હિન્દુઓ! ધન્ય ! આ વખતે હમારી પાસે બીજું કાંઈજ રહ્યું નથી. ક્ત એક ધર્મખળ છે. શ્વર તમારા એ ધર્મબળને કાયમ રાખે, અને હમારા વિચારાને વધારે ઉન્નત અનાવી હમારા હૃદયાને વધારે ઉદાર અને વિશાળ બનાવીને, એજ ધર્મબળદ્વારા દેશની વધારે સંગીન સેવા હમારે હાથે કરાવે ! ! +