પૃષ્ઠ:Kathagutch.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
સ્નેહનો જય..


સેવા ચાકરીને લીધે એણે બધાંને એવાં વશ કરી લીધાં કે સાસુને પણ એક દિવસ કહેવું પડયું કે વહુ છે તે બહુ ડાહી. મ્હોટા ઘરની છેકરીઓમાં એવી શાણી અને ધરવખુ કન્યાએ ધણી ઘેાડી હોય છે.’ સાસરે નવા સંસારમાં આ પ્રમાણે લલિતા હળીમળી ગઇ. છતાં પણ જે કુટુંબમાં હૅને જન્મ થયા હતા, જે ધરમાંથી હેણે ઘણા શાક સાથે વિદાયગીરી લીધી હતી, તે સંસારનું સ્મરણ હેના મનમાં સદા જાગૃત રહેતું. પિતાના ઉપર હેત ક્રોધ નહોતા. ના છુટકે પેાતાને પિતાના દુ:ખના કારણ રૂપ થવું પડયું એ વાત હેના અંતઃ- કરણને ખાણની માફક વિધી નાંખવા લાગી. આખરે હેણે પિતાને પત્ર લખ્યા. ( શિરછત્રપિતાજી. ‘ હે આપના અપરાધ કર્યો છે. મ્હને ક્ષમા કરો. આપે ઈચ્છાપૂર્વક જે કર્તવ્ય મ્હને સોંપ્યું હતું, તેજ કર્તવ્યનું પાલન કરવા જતાં મ્હે. આપના હૃદયને દુ:ખી કર્યું છે. આ અપરાધને માટે મ્હારા જીવ ધણા મળ્યા કરે છે. હમારે પગે પડીને હવે ક્ષમા માગુ છું. હમે હમે ધણાજ વ્હાલા છે, એ કાંઇ હમારાથી છાનું નથી. હમે મ્હને હજી સુધી ક્ષમા નથી કરી એમ જાણીશ, તા મ્હારાથી છવાશે નહિ. પત્રને જવાખ જલદી લખશે. પૂજ્ય માતુશ્રીને મ્હારા દંડવત્ પ્રણામ કહેશે તથા આપ પણ અંગીકાર કરશે. આપના ક્ષેમકુશ- ળના સમાચાર જાણવા ઘણી આતુર છું. » હમારી લાડકી લલિતા. કન્યાના નિદૈયપણે તિરસ્કાર કર્યા પછી, વૃદ્ધ રંગીલદાસ અગાધ શેકસાગરમાં ગરકાવ થઇને ભરણુતાલ થઈ ગયા હતા. મસ્તકની તીવ્ર વેદનાથી પીડાતા રાગી જેમ દુઃખથી ઉશ્કેરાઇ જઇને માથું પછાડીને પાછે ખમણી વેદના ભાગવે છે, હેવીજ અવસ્થા રંગીલ-