લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kathagutch.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
છેવટનો ફેંસલો.


અબદુલ્લાએ હસીને કહ્યું ' વળી ખીજાં કાણુ કરે ? હેની પેટીમાંથી છરા નીકળી આવ્યા તેજ ખૂની હાવા જોઇએ. પકડાયે તેજ ચાર. ખીજાં ક્રાણ હમારી પેટીમાં છરા મૂકી આવે? અને બીજો કાઈ માણસ હમારી પેટીમાં છરા મૂકે ત્હોં સુધી હમારી ઊંધ ઉડે નહિ એ પ્રેમ અને ?’ અબદુલ્લાની વાતચીત ઉપરથી સુંદરલાલની દૃઢ ખાત્રી થઈ કે એજ ખરા ખૂની છે. કેદીતા ટાળામાંથી ઉઠીને એ ધીમે પગલે પેાતાની આરડીમાં ચાલ્યા ગયા. એ આખી રાત હેને ઉંધ આવી નહિ. હેના હૃદયમાં ચિંતા થવા લાગી. એકે એકે હેને બધી વાત સાંભરી આવી. વ્હેલાંના સુખી સંસાર, સ્નેહાળ પત્નીને પ્રેમ, ન્હાનાં ન્હાનાં બાળકાની નિર્દેષિ રમતા એ મધું સાંભરી આવ્યું. આ વીસ વર્ષમાં હેના જીવનમાં કેટલું બધું પરિવર્તન થયું હતું. ની યુવાવસ્થાની એ ચપળતા અને એ કુદરતી હાસ્ય આજ કમ્હાં ગયાં હતાં!! ધર્મશાળાની ઓસરીમાં બેસીને પેાતે સિતાર વગાડી રહ્યા હતા એ દિવસનું પણ હેને આજે સ્મરણ થયું. ત્હાર પછી પાલિ- સની ધરપકડ, સેશન્સમાં મુકદમો, કાળાપાણીની સજા, વગેરે બનાવે એકે એક હેની આંખ આગળ તરવા લાગ્યા. આ વીસ વષઁના દેશ- નીકાલમાં એ જવાનીમાં વૃદ્ધ જેવા થઇ ગયેા હતા. પૂર્વાવસ્થાના સ્મરણથી હેનું હૃદય વધારે મુંઝાવા લાગ્યું. આટલું બધું દુઃખ વ્હેણું કાની ખાતર વેઠયું ? એજ દુષ્ટ પાપી અબદુલ્લાની ખાતર. એ વિચા- રથી હેના હૃદયમાં વૈરના અગ્નિ જોશથી સળગવા લાગ્યા. આખી રાત ષ્ટ દેવતા આગળ પેાતાનું હૃદય ખુલ્લું મુકીને સુંદરલાલે 'પ્રાર્થના કરી; પરન્તુ..તેથી પણ હેને પૂરતી શાન્તિ મળી નહિ. એ દિવસથી એણે અબદુલ્લાને મળવું છેાડી દીધું. દૂરથી એને જોતા તેા આડું મ્હાં કરીને ચાલ્યે! જંતા. આ પ્રમાણે એક પખવાડિયું વીતી ગયું. એ