પૃષ્ઠ:Kathagutch.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
તંત્રી સાહેબનો ઘોંટાળો.


મિસ્ટર વિશ્વશરણુ દેવે એમ. એ. ની પરીક્ષા પાસ કરીને તત્રીના ધંધા પસંદ કર્યા હતા. હેમની તરથી નીકળતા પત્રનું નામ ‘ગૃહિણી’ હતું. ગૃહિણી' ના પ્રતાપે એમણે સારી પ્રતિષ્ઠા મેળવી હતી. પાંચ પૈસા પણ પેદા કર્યા હતા અને વધારામાં એક અમૂલ્ય રત્નની પણ અક્ષિસ મેળવી હતી. તે અમૂલ્ય રત્ન ખીજાં કાઈ નહિ પણ હેમનાં પત્ની, મિસિસ વિશ્વશરણુ દેવ. ગૃહિણીના લેખક મંડળમાં લાવણ્યપ્રભા ઘણે ઉંચે નખરે મિરાજતી હતી. હૈની કવિતામાં પૈઆના ગીતની માફક એક સુખદ વિષાદભાવ સમાયલા રહેતા. તત્રી સાહેબ હૈની કવિતાના ખાસ પક્ષ- પાતી હતા. જે અંકમાં લાવણ્યપ્રભાની કવિતા પ્રગટ ન થઇ શકે તે અંકમાં તેમને એક પ્રકારની અપૂર્ણતા જશુાઈ આવતી. વાત પણ ખરી હતી. વાંચક વર્ગમાં ગ્રાહણીની પ્રતિષ્ઠા બંધાઈ હતી તે મ્હોટે ભાગે લાવણ્યપ્રભાની કવિતાને આભારી હતી. આ કારણુને લીધે હેની કવિતા જરૂરની થઈ પડી હતી. તત્રી સાહેબ હેને વારવાર પત્રઢારા કવિતા મોકલવા વિનંતિ કરવા લાગ્યા, અને કવિતાના દ લામાં ‘ રેમ્યુનરેશન ’-પુરસ્કાર પણ સારા આપવા લાગ્યા. લાવણ્ય એ વખતે ખી. એ. કલાસમાં ભણતી હતી; હેના સગામાં એક માત્ર માશી હતી. એટલે હેને પેાતાના ગુજરાન જોગુ કમાવાની જરૂર પડતી. નીચલા કલાસની કન્યાઓને સાહિત્ય, શિલ્પ, સંગીત અને ચિત્ર કામ શીખવીને એ હેલાઇથી પેાતાના અભ્યાસનું ખર્ચ કહાડી શકતી. પણ એ ટયુશનામાં એના ઘણા વખત જતા હોવાથી ઈચ્છા અને શાખ હેવા છતાં પણ લેખા અને કવિતા લખવાને પૂરતી ક્રૂરસદ