પૃષ્ઠ:Kathagutch.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
તંત્રી સાહેબનો ઘોંટાળો.


હવે લાવણ્ય ઉઠી. એક વાર ઘરની ચારે તરફ નજર ફેરવી. હેની ગૃહિણી–સુલભ નિપુણતા ચારે તરફ જણાઈ આવતી હતી. ઘર સસાર છેાડીને, ઘરની જગુસવસને, નાકરાને ભરાસે છેડીને પોતે ચાલી જશે એ વિચાર હૈને દુઃખ આપવા લાગ્યા. એટલેથી પણ એ ગર્વિતા રમણીના ક્રોધ ઉતર્યાં નહિ. એ પોતાના સામાન આંધવામાં વ્યસ્ત થઈ. પણ એની ચિન્તા ડગલે ડગલે વધવા માંડી. ભૂત અને વર્તમાનકાળ હૈને મધુમય લાગ્યા, પરન્તુ ભવિષ્ય હેમે શૂન્ય અને અંધકારમય દેખાયું. વિશ્વશરણુ શું ખરેખરજ મ્હને ચાહતા નથી ? એમ છતાં પણ જ્હારે એ આ સૂનસાન ઘરમાં પગ મૂકશે મ્હારે એને કેવું લાગશે ? આખા દિવસ તંત્રીનું કામ કરીને થાક્યા પાયા ઘેર આવશે ત્હારે કાણુ એમને ઉત્સાહ આપીને થાક ઉતારશે ? હેશે, મ્હારે આ બધી ચિન્તા કરવી જોઇએ નહિ. જે થવાનું હશે તે થશે. આ પ્રમાણે વિચાર કરતી કરતી લાવણ્યપ્રભા પેટીએ ઉધાડીને એમાંથી પેાતાની સાથે લઈ જવાના સામાન જુદો કહાડીને ટ્રેન્કમાં ભરવા લાગી. એક પેટી ઉધાડતાં કાગળાની એક ચોકડી ઉપર નજર પડી. એ અક્ષરા ઘણા જાણીતા હતા. એમાં કેટલીક સુખ દુઃખ, આશા અને ક્લિાસાની વાતે ભરેલી હતી ! એજ પરિચિત સુંદર હસ્તાક્ષર! પદ્મા, કેટલાક વિવાહની અગાઉ અને કેટલાક વિવાહ પછી, વિશ્વશરણના લખેલા હતા. લાવણ્યે એકે એકે એ પત્રો વાંચવા માંડયા. પહેલાંના પત્રમાં કેટલી નમ્રતા, સજ્જનતા અને વિવેક ! પછીના પત્રામાં જરા પણ આડંબર વગર વિવાહનું માર્ગુ કરવામાં કેટલી સરળતા અને લાવણ્ય ઉપર કેટલા બધા વિશ્વાસ ! પાછળના પત્રમાં પણ કેવા અવ્યક્ત પ્રેમ અને વિશ્વાસ તથા ચિત્તની અગાધતા જણાઇ આવતાં હતાં! પત્રા વાંચતાં વાંચતાં ન્હાના બકુલ પુષ્પાની એક માળા ઉપર હેની દૃષ્ટિ પડી. વિવાહ થઇ ગયા પછી સ્વપભાષી તંત્રીએ "